www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટી-20ના કપ્તાનપદે હાર્દિક નકકી


વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શનથી જય શાહ ખુશખુશાલ

સાંજ સમાચાર

મુંબઇ, તા.2
ટી-20 વર્લ્ડકપમાં ભારતના શાનદાર વિજય બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા નિવૃત્ત થઇ ચૂકયા છે. હવે ઓલરાઉન્ડ હાર્દિક પંડયા ટી-20નો કપ્તાન બને તેવું લાગી રહ્યું છે.

બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે વર્લ્ડ કપમાં જીત બાદ આગામી પ્લાન અંગે પણ વાત કરી છે. હવે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ અને ચેમ્પિયન ટ્રોફી જીતવાનો લક્ષ્ય જાહેર કર્યુ છે. જય શાહે કહ્યું કે, હું ઇચ્છું છું કે ભારત  બધા ટાઇટલ જીતે જે રીતે ટીમ આગળ વધી રહી છે તે જોતા આ આપણો નવો લક્ષ્ય છે. ટીમના માર્ગદર્શન માટે સીનીયર્સ ઉપલબ્ધ રહેશે. 

સંભવિત કપ્તાન હાર્દિક પંડયાના ભવિષ્ય અંગે સવાલ કરતા તેમણે કહ્યું હતું કે વિશ્વ કપમાં હાર્દિક પંડયાનું શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન રહ્યું છે. કેપ્ટનશીપ પર સીલેકટર્સ નિર્ણય કરશે. હાર્દિકે ખુદને સાબિત કરી દીધો છે અને તેની ક્ષમતા પર ભરોસો છે. બોર્ડ દ્વારા વિજેતા ટીમના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

કેપ્ટન પદના અન્ય દાવેદારોમાં સૂર્યકુમાર યાદવ, ઋષભ પંતનું નામ પણ ચાલી રહ્યું છે. હેડ કોચ ગૌતમ ગંભીરની પહેલી પસંદગી શ્રેયસ ઐય્યર હોઇ શકે છે. જેણે કલકતા નાઇટ રાઇડર્સને ચેમ્પિયન બનાવ્યું હતું. 

Print