www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

SME IPO માં નવો રેકોર્ડ

હરિઓમ આંટા 2013 ગણો છલકાયો: ઈન્વેસ્ટરોએ 10364 કરોડ ઠાલવ્યા


રૂલ્કા ઈલેકટ્રીકલ્સ 676 ગણો ભરાયો: 11800 કરોડથી વધુનું ભરણુ

સાંજ સમાચાર

રાજકોટ તા.22
શેરબજારમાં કેટલાક દિવસોથી અફડાતફડીના માહોલ વચ્ચે પણ પ્રાયમરી માર્કેટમાં તો અભૂતપૂર્વ ધમધમાટ યથાવત જ રહ્યો હોય તેમ બે એસએમઈ આઈપીઓમાં અત્યાર સુધીનો રેકોર્ડ સર્જાયો છે. હરીઓમ આટામાં અભૂતપૂર્વ 2013 ગણુ ભરણુ થયુ હતું. જયારે રૂલ્કા ઈલેકટ્રીકલ્સમાં 676 ગણુ ભરણુ નોંધાયુ હતું.

પ્રાયમરી માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું કે હરીઓમ આટા એન્ડ સ્પાઈસીસ લીમીટેડ નામની એસએમઈ કંપનીનો આઈપીઓ ખત્મ થયો છે. ભરણાના અંતે 2013.64 ગણો છલકાયો હતો જે અત્યાર સુધીના આઈપીઓના ઈતિહાસનો રેકોર્ડ છે.

કંપનીને કુલ 452493 અરજીઓ મળી હતી. રીટેલ શ્રેણીમાં 2556.43 ગણુ ભરણુ થયુ હતુ જયારે એનઆઈબી શ્રેણીમાં 1432.60 ગણુ ભરણુ થયુ હતું. કુલ 10364 કરોડ રૂપિયા ઈન્વેસ્ટરોએ ઠાલવ્યા હતા.

આજ રીતે રૂલ્કા ઈલેકટ્રીકલ્સમાં પણ સમાન સ્થિતિ સર્જાઈ હતી. 676.83 ગણો આઈપીઓ છલકાયો હતો. રિટેલ કેટેગરીમાં 658.32 ગણો એનઆઈબી કેટેગરીમાં 1350.15 ગણો તથા સંસ્થાકીય કેટેગરીમાં 204.22 ગણો છલકાયો હતો. આ આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટરોએ 5783 કરોડ એનઆઈબીએ 5083 કરોડ સહિત કુલ 11891 કરોડનું ભરણુ થયુ હતું.

સેકન્ડરી માર્કેટમાં બેતરફી વધઘટે પણ પ્રાયમરી માર્કેટમાં કોઈ અસર ન હોવાનું સાબીત થઈ રહ્યું છે. નવી કંપનીઓમાં અઢળક કમાણી થઈ રહી હોવાથી ઈન્વેસ્ટરો જંગી રોકાણ ઠાલવી રહ્યા છે. ઉપરોક્ત બંને કંપનીઓના લિસ્ટીંગ વખતે ભાવ ઘણા ઉંચા ખુલવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.

 

 

Print