www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગરમીનો પ્રકોપ: બજારમાં 11 થી 5 સન્નાટો: 30 ટકા જ વેપાર


વેકેશન અને ભીષણ ગરમીના કારણે છેલ્લા 10 દિવસથી બજારોમાં વેપાર ધંધાનો મોટી અસર

સાંજ સમાચાર

રાજકોટ,તા.23
છેલ્લા એક સપ્તાહથી ગુજરાત ભરમાં ભીષણ ગરમી પડી રહી છે. જેના કારણે લોકો ત્રસ્ત બન્યા છે. આગામીથી બચવા લોકો બહાર જવાનું ટાળે છે. અને ઠંડાપીણાનું સેવન કરી રહ્યા છે. ગરમીની મોટી અસર બજારના વેપાર ધંધા પર પડી છે. વેપાર ધંધા ઠપ્પ થયા હોવાનું જણાય રહ્યું છે. વેપારીઓ પણ ધરાકી ઓછી થતા મુંઝવણ માં મુકાયો છે.સુર્યદેવતા જાણે પ્રકોપ બની વરસી રહ્યા હોય તેમ ભીષણ ગરમી પડી રહી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીનો પારો 45 ડિગ્રીને આંબી ગયો છે. આકરી ગરમીના કારણે લોકોને ડીહાઈડ્રેઝન થઈ રહ્યું છે.ડોકટરો પણ તડકામાં બહાર ન જવાની સલાહ આપે છે. લોકો સવારના સમયે બહાર જવાનું ટાળે છે. 11 વાગ્યા બાદ આકરી ગરમી પડવાનું શરૂ થઈ જાય છે. આથી 11 થી 5 બજારમાં સન્નાટો છવાય છે. 6 વાગ્યા બાદ તડકો આથમતા લોકો બહાર ખરીદી માટે નિકળે છે.

ત્યારે બજારનાં વેપારીઓનું કહેવું છે કે, ગરમીના કારણે વેપાર ધંધા પર મોટી અસર પડી છે. સવારે 10 વાગ્યે દુકાન ખોલવામાં આવે છે. પરંતુ 11 વાગ્યા બાદ કોઈ ધરાક બજારમાં ખરીદી માટે આવતુ નથી આથી એક કલાકમાં નહીવત ધંધો થાય છે.અને 11 થી 6 વાગ્યા સુધીમાં તો બજારોમાં સન્નાટો છવાયેલો હોય છે. આથી 6 વાગ્યા બાદ લોકો ખરીદી માટે આવે છે.

હાલ બજારમાં 50 ટકા જ ઘરાકી છે. હીટવેવની અસર ધંધાપર જોવા મળી રહી છે. છેલ્લા 10 દિવસની બજારમાં ઘરાકીની આ જ હાલત છે. સાંજે પણ 6 થી 8 દરમ્યાન ખરીદી થાય છે. આ વર્ષે લગ્ન સિઝન પણ ઓછે અને  ધાર્મિક તહેવારો પણ આ મહિનામાં ન હોવાથી ખરીદી નહીવત થઈ રહી છે.

વેપારી ક્રિપાલ ભાઈ કુંદનાણી જણાવેલ છે કે 11 થી 6 ઘરાકી એક દમ સ્ટોપ થઈ જાય છે.હાલ બજારમાં 70 ટકા મંદી છે. આ વર્ષે મેરેજ સીઝલ પણ ઓછી હોવાથી અને આકરા તાપના કારણે આ અસર મોટો પ્રમાણમાં જોવા મળી રહી છે. અને આગામી મહિનામાં પણ આજ અસર જોવા મળશે આગામી માસમાં વરસાદની પણ આગાહી છે આથી વરસાદ સમયે પણ ઘરાકી ઘટી જાય છે. હાલમાત્ર 30 ટકા વેપાર છે.

Print