www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગુજરાતમાં પણ ભીષણ લુનો એલર્ટ જાહેર

ઉતર ભારતમાં ગરમીનો કહેર યથાવત: દક્ષિણના અનેક રાજયોમાં ધોધમાર વરસાદ


દિલ્હી-એનસીઆરમાં આજે ભીષણ લુ : રાજસ્થાનમાં લુનો કહેર: રાજસ્થાનમાં ખરાબ હાલત: બાડમેરમાં તાપમાન સૌથી ઉપર ગયુ: અહી ગરમીનો પારો 48 ડીગ્રીએ પહોંચેલો

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.24
રાજધાની દિલ્હી-એનસીઆરમાં હિટવેવનો કહેર ચાલુ રહેશે આજે દિલ્હીનું તાપમાન વધીને 41 થી 42 ડીગ્રીએ પહોંચી શકે છે. બીજી બાજુ રાજસ્થાનમાં ગરમીએ કહેર વર્તાવ્યો છે. દિલ્હીમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનનો પારો 45 ડીગ્રીને પહોંચશે તેવી ધારણા છે. હવામાન વિભાગે આગાહી કરી છે તો દક્ષિણના રાજયોમાં ભારે વરસાદનું એલર્ટ છે. તો બિહારમાં વરસાદથી ગરમીમાં રાહત મળવાની શકયતા છે.

દિલ્હી-એનસીઆરમાં હીટવેવનો કહેર
દિલ્હી એનસીઆરમાં આજે 41 થી 42 ડીગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુસાર આવનારા ત્રણ દિવસમાં ફરી તાપમાન 45 ડીગ્રીને પર પહોંચી શકે છે.

રાજસ્થાનમાં લુનો કહેર
હાલ રાજસ્થાનમાં ભીષણ લુની ઝપટમાં આવી ગયુ છે. અહી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તાજેતરમાં બાડમેર દેશનુ સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. અહી ગરમીનો પારો 48 ડીગ્રીને પાર થઈ ગયો હતો. ગુજરાતનાં કેટલાંક ભાગોમાં પણ ભીષણનુ રેડએલર્ટ જાહેર કરેલ છે. જયારે બાકી ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર થયુ છે.

બિહારમાં વરસાદથી ગરમીમાં રાહત મળશે
રાજધાની પટણા સહીત આસપાસનાં ક્ષેત્રોમાં વરસાદ થશે.કેટલાંક સ્થળોએ છુટાછવાયા વરસાદની આગાહી છે.

દક્ષિણના રાજયોમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં એક બાજુ કાળઝાળ ગરમી છે ત્યારે દક્ષિણનાં રાજયો તામિલનાડુ ઉપરાંત પુટ્ટુચેરીમાં કેરળની સપાટી પર તેજ હવા, આંધી વીજળીની ચેતવણી આપવામાં આવી છે.

 

Print