www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વડોદરામાં હીટવેવ જીવલેણ: 24 કલાકમાં 4 લોકોના મોત


સાંજ સમાચાર

વડોદરા,તા.21
વડોદરામાં ગરમીથી ગભરામણ બાદ વધુ 4નાં મોત થયા આ ગભરામણ અને ચક્કર આવ્યા બાદ મોત થયા આ તેમાં કિશનવાડીમાં 35 વર્ષીય એમ.આર.કિશનનું મોત થયુ હતું. તેમજ પાણીગેટમાં 56 વર્ષીય સરદાર ગુરુમિતસિંગનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. માણેજાના 40 વર્ષીય રાજુ પરમારનું ચક્કર આવતા મોત થયુ હતું.

ખોડિયાર નગરમાં 63 વર્ષીય મુકેશ અધ્યારૂનું મોત થયુ હતું વડોદરામાં છેલ્લા 72 કલાકમાં 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમાં હાર્ટ એટેક, ગભરામણ, ચક્કર આવ્યા બાદ જીવ ગુમાવ્યો છે. શહેરમાં હીટવેવ વધુ વધુને જીવલેણ બની છે. 

ગરમી અને હીટ સ્ટ્રોકને કારણે બેભાન અને ચક્કર આવે છે ત્યારે શરીરનું તાપમાન બહારના હાઇ ટેમ્પરેચરની પ્રતિક્રિયામાં અનેક ઘણો વધી જાય છે. વધારે ગરમીમાં બહાર નીકળતા લોકો, ફિલ્ડમાં કામ કરતા લોકો તેમજ ગરમીમાં એક્સેસાઇઝ કરતા લોકોને આ તકલીફ વધારે રહે છે.કોઇપણ ઇનડોર જગ્યાએ જ્યાં તાપમાન વધારે હોય છે ત્યાં પણ આ સમસ્યા લોકોને રહેતી હોય છે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર ગરમીમાં તાપમાન વધારે હોય છે અને સાથે કેટલીક સ્થિતિ એવી હોય છે જેના કારણે થાક, ચક્કર આવવા તેમજ બેભાન જેવી સમસ્યા થઇ શકે છે. આ પાછળનું મુખ્ય કારણ ડિહાઇડ્રેશન છે. જ્યારે શરીરમાંથી પરસેવો વધારે નીકળે ત્યારે પાણીની ખાસ જરૂરિયાત હોય છે. પાણી ના પીવાને કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે જેના કારણે ચક્કર અને બેભાન આવે છે. 

Print