www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હિટવેવ મોટી આફત બની છે


આકાશમાંથી આગ વરસી રહી છે. જંગલોથી લઇને લોકો તેમાં સળગી રહ્યા છે. હીટવેવને કારણે વિશ્ર્વમાં દર પાંચમુ મૃત્યુ ભારતમાં થઇ રહ્યું છે. બાળકો અને વૃધ્ધોને સૌથી વધુ નુકસાન થઇ રહ્યું છે. સાચી વાત એ છે કે ભારતના ઘણા લોકો આને એક મોટો પડકાર માનવા લાગ્યા છે અને તેમાંથી મોટાભાગના લોકો તેમની જીવનશૈલી બદલવા માટે તૈયાર છે. ચાલો જાણીએ કે ભારતીયો આ વિશે શું વિચારે છે...

સાંજ સમાચાર

►ગરમીનું મોજુ

 દર વર્ષે હીટવેવને કારણે 1,53,078 થાય છે. હીટવેવને કારણે સૌથી વધુ મૃત્યુ એશિયામાં થાય છે. 3 દાયકામાં હીટવેવને કારણે 45,92,326 લોકોના મોત થયા છે.

 ભારતમાં હીટવેવને કારણે વાર્ષિક 31,748 મૃત્યુ થયા છે. વિશ્ર્વના કુલ મૃત્યુના 20.7% હીટવેવથી થતા મૃત્યુમાં ભારત બીજા ક્રમે છે. 

 3 દાયકામાં હીટવેવના દિવસો વધ્યા. વૈશ્ર્વિક સ્તરે દર દાયકામાં તાપમાનમાં 0.35 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઇ રહ્યો છે.

 2024ના પ્રથમ ચાર મહિના સૌથી ગરમ હતા. વૈજ્ઞાનિકો કહે છે ર0ર4માં અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હોવાની 61% શકયતા છે. 

 તાપમાનમાં દર 20ઈના વધારા માટે હીટવેવનું જોખમ ત્રણ ગણુ વધી જાય છે.

►બાળક પર અસર 

55.9 કરોડ બાળકો લુની લહેરમાં

2050 સુધીમાં 200 કરોડથી વધુ, દર ત્રણમાંથી એક બાળક ગરમીના મોજાનો ભોગ બનશે 

►વૃધ્ધો પર અસર 

 2020માં 5.2 કરોડ ભારતીય વડીલો જીવલેણ ગરમીના સંપર્કમાં આવ્યા

 2050 સુધીમાં 24.6 કરોડ બુઝર્ગો જીવલેણ ગરમીની ઝપટમાં આવશે.

 2015માં ભીષણ ગરમીમાં મરનારાઓમાં વડીલોની સંખ્યા વધારે

એશીયા અને આફ્રિકામાં સૌથી વધુ અસરગ્રસ્ત છે.

►ગરમીના કારણો

જંગલોમાં વૃક્ષોની ઘટતી સંખ્યા, હવામાં ગરમી રોકતી, ગેસની વધી માત્રા, અશ્મિભૂત ઇંધણ, ઉદ્યોગ, ખેતીમાંથી  નીકળતા કાર્બન અને મીથેન, સૂર્યનું અસ્થિર ઉર્જા ઉત્પાદન, બદલાતા સમુદ્રી પ્રવાહો.

►અગ્નિકાલ

પશ્ચિમ બંગાળમાં છેલ્લા પંદર વર્ષો દરમ્યાન 2024માં સૌથી વધુ ગરમીના દિવસો એપ્રિલ 2024માં તાપમાન 20મી સદીની સરેરાશ કરતા વધારે છે 

1901 પછી પૂર્વ ભારતમાં સૌથી ગરમીનો મહિનો એપ્રિલ જાન્યુઆરીથી એપ્રિલ ર0ર4 અત્યાર સુધીના સૌથી ગરમ મહિના

દર એપ્રિલમાં સરેરાશ કરતા 1.03 ડિગ્રી સેલ્સિયશ વધુ ગરમ

હાલની હીટવેવ અને પુરાણા અને જુના જમાનાની ‘લુ’માં ઘણો તફાવત છે. હાલની હિટવેવમાં ગરમી અને ભેજ બંને એક સાથે વધી રહ્યા છે. માથુ ઢાંકવું, સફેદ વસ્ત્રો પહેરવાથી હવે વધારે ફાયદો નથી. નવી ટેકનોલોજી એટલે કે કુલીંગ સોલ્યુશનની જરૂર છે.

 

 

 

 

 

 

 

 

Print