www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજસ્થાનથી લઈ આસામ સુધી મુશળધાર વર્ષા: અરૂણાચલમાં ઘરો તણાઈ ગયા

16 રાજયોમાં ભારે વરસાદનું એલર્ટ: આસામમાં હાલત ખરાબ


વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે વાત કરી: જંગલમાંથી પ્રાણીઓ હાઈવે પર પહોંચી ગયા: બિહાર અને તેલંગાણામાં 10ના મોત

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.2
દેશના ઉતરપૂર્વ અને રાજસ્થાન સહીતનાં પશ્ચિમ ભાગોમાં ચોમાસું ખુબ સક્રિય થઈ ગયુ છે. આસામમાં પૂરથી સ્થિતિ વણસી છે અને દેશના 16 રાજયોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બિહારનાં છ જીલ્લામાં વીજળી પડતા સાત લોકોના મોત થયા છે. ઔરંગાબાદ બકસર, ભોજપુર, ભાગલપુર, રોહતાસ અને દરભંગા જીલ્લામાં આ બનાવો બન્યા હતા.
તેલંગાણામાં ઐક ગામમાં માટીની દિવાલ પડતાં માતા અને ત્રણ બાળકોનાં મોત થયા હતા.

ઉતરાખંડ, હરીયાણા અને રાજસ્થાનથી લઈ પૂર્વમાં બિહાર, બંગાલ અને આસામ સહીત પુર્વોતર રાજયોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે આસામ અને અરૂણાચલ પ્રદેશમાં વરસાદ બાદનાં પુરથી ભારે નુકશાની થઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી હિમંત બિસ્વસરમાં સાથે વાત કરી મદદની ખાતરી આપી હતી. છેલ્લા 24 કલાકમાં ઉતરાખંડ હરીયાણા ગુજરાત, તામીલનાડુ, બંગાળ, સીકકીમ, ત્રીપુરા, મેઘાલયમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. રાજસ્થાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં પૂર વધી ગયુ છે.

કાજીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રીઝર્વમાં પ્રાણીઓને રહેવા માટે બનાવાયેલા 61 કેમ્પ ડુબી ગયા હતા 12 જીલ્લામાં ત્રણ લાખથી વધુ લોકોને અસર થઈ છે.જાનવરો નેશનલ હાઈવે સુધી પહોંચી ગય હતા.અત્યાર સુધીમાં 60 લોકોના જીવ ગયા છે.

ઉત્તરાખંડ, હરિયાણા અને રાજસ્થાનથી માંડીને પૂર્વમાં બિહાર અને બંગાળ અને આસામા સહિત પૂર્વોત્તર રાજ્યોમાં મૂશળાધાર વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગે હજુ 4-5 દિવસ દેશભરમાં સમાન સ્થિતિનું એલર્ટ જાહેર કર્યું છે. આજેે આસામ તથા ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા, યૂપી અને દિલ્હી સહિત 14 રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આસામ અને અરૂણાચાલ પ્રદેશમાં વરસાદ બાદ આવેલા પૂરે તબાહી મચાવી છે.અરૂણાચલમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને પૂરથી જનજીવન પ્રભાવિત થયું છે. પૂર્વ કામેંગમાં આવેલી કામેંગ નદીમાં અનેક ઘરો ધોવાઈ ગયા હતા.

હવામાન વિભાગના અનુસાર ગત 24 કલાકમાં ઉત્તરાખંડ, હરિયાણા, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ત્રિપુરા, મેઘાલયમાં પણ મૂશળાધાર વરસાદ ખાબક્યો છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કોંકણ અને ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, કેરલ અને કર્ણાટક સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.

તો બીજી તરફ રાજસ્થાનમાં સોમવારે સવારે 8.30 વાગ્યા પહેલાંના 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ બાંસવાડાના ઘાટોલમાં 76 મીમી તથા જાલોરના રાણીવાડામાં 71 મીમી વરસાદ નોંધાયો છે.  

હવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું કે 28 જૂને દિલ્હીમાં ખાબકેલા મૂશળાધાર વરસાદના લીધે વાદળ ફાટ્યું ન હતું. તે દિવસે સવારે પાંચ થી છ વાગ્યા સુધી એક કલાકમાં સફદરજંગમાં 91 મીમી વરસાદ નોંધાયો હતો.

 

Print