www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

Weather Update : આજે કચ્છ, જામનગર, દ્વારકા, જુનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી


આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન

સાંજ સમાચાર

રાજકોટ,તા.2
રાજયમાં વરસાદે જમાવટ કરી છે. સર્વત્ર વરસાદે ધરતીપુત્રોને ખુશ ખુશાલ કરી દીધા છે ત્યારે હવામાનની આગાહી મુજબ કચ્છ, જામનગર, દ્વારકા, જુનાગઢ, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં જુનાગઢ, કેશોદ, વંથલીમાં ધોધમાર વરસાદ ખાબકયો છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોની વધુ એક આગાહી કરી છે. જેમાં આજે કચ્છ, જામનગર, દ્વારકા, જુનાગઢ, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડવાની તેમજ બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર-સોમનાથમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, બોટાદમાં પણ ભારે વરસાદ પડશે. રાજયમાં આગામી પાંચ દિવસ સુધી અમરેલી, ભાવનગર, મોરબી, જુનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી છે.

આથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય છે. દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાત તરફ સાયકલોનીક સરકયુલેશન સક્રીય થયુ છે જેના કારણે વરસાદ પડશે.

Print