www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભીષણ ગરમી વચ્ચે તામીલનાડુમાં ભારે વરસાદ: દક્ષિણી રાજયોમાં ‘વરસાદી એલર્ટ’


સાંજ સમાચાર

ઉતર સહિતના રાજયો ભીષણ ગરમી-હીટવેવમાં સપડાયા છે ત્યારે તામિલનાડુ સહિતના દક્ષિણી રાજયોમાં વરસાદ પડયો છે. તામિલનાડુના કોઈમ્બતુર, કન્યાકુમારી તથા શિવગંગા જીલ્લામાં 5થી6 ઈંચ જેટલા ભારે વરસાદથી જળબંબાકારની હાલત સર્જાઈ હતી.

કેરળમાં 2 જીલ્લામાં વરસાદનું રેડએલર્ટ તથા 9 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયુ છે. માછીમારોને દરિયામાં નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે.

Print