www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હે.. રામ; જુનાગઢ છાયાબજાર રંગમહેલમાં અંતિમવિધીની દાન-પેટીનાં તાળા તોડી તસ્કરો રોકડ ઉઠાવી ગયા


આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ થાય તો ચોર પકડાઈ તેવી શકયતા

સાંજ સમાચાર

જુનાગઢ તા.24
 હળાહળ કળયુગ આવી ગયો હોય તેમ માનવીની અંતિમ મંજીલ પહેલા હિન્દુવિધી મુજબ નાળીયેર, ખાપણ, અત્તર, અગરબત્તી, સહિતની વિવિધ ચીજવસ્તુઓ નનામી તૈયાર કરવામાં જરૂરત પડતી હોય છે. તે માટે સો ટકા ફ્રી અંતિમ વિધી માટેની જરૂરી તમામ ચીજવસ્તુઓ છાયાબજાર વેપારીઓ દ્વારા 24 કલાક રાઉન્ડ ધી કલોક રંગમહેલના ગેઈટમાં જ તૈયાર રાખવામાં આવે છે. કોઈપણ વ્યકિતનો જયારે જરૂરત પડે ત્યારે અહીંથી તમામ જરૂરી સામાન જાળીમાં બહાર લગાવેલ હોય છે ત્યાંથી જાતે લઈ જાય છે.

 આ સેવાકીય પ્રવૃત્તિમાં રંગમહેલના ડેલાના દરવાજામાં ચાની કેબીન રાખતા બાબુભાઈ ગામેતી દિન રાત્રી નિ:શુલ્ક સેવા આપે છે. પોતે મુસ્લીમ હોવા છતા હિન્દુ અંતીમવિધીની ઘટતી ચીજવસ્તુઓને પુરી પાડે છે .

ઉપરાંત વેપારીઓ દાતાઓ દ્વારા રંગમહેલના ગેઈટની લોખંડની જાળીની અંદર એક દાન પેટી (સ્ટીલનો ડબ્બો) મુકવામાં આવ્યો છે. જેમાં સ્વૈચ્છાએ કોઈપણ વ્યકિત સ્વૈચ્છાએ દાન પેટીમાં નાખતા હોય છે ગત રવીવારની રાત્રીના સમયે કોઈ નરાધમ શખ્સે દાન પેટીનો નકુચો તોડી અંદર દાનમાં આવેલ રૂા.1500થી 2000 જેટલા ચોરી કરીને લઈ ગયાનું ગઈકાલે દાતાર ટી વાળા બાબુભાઈ ગામેતીએ ‘સાંજ સમાચાર’ના જીલ્લાના પ્રતિનિધિ રાકેશ લખલાણીને જાણ કરી હતી. આ અંગે એ ડીવીઝન પોલીસ આજુબાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરશે તો આ નરાધમ પકડાઈ શકે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.

Print