www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અદનની ખાડીમાં હુતીઓના હુમલા યથાવત

હુતી બળવાખોરોએ 24 કલાકમાં વધુ ત્રણ જહાજો પર હુમલો કર્યો


જહાજો ક્ષતિગ્રસ્ત થયા, નાવિક ઘાયલ

સાંજ સમાચાર

યમન તા.14
ગાઝામાં થઈ રહેલા ઈઝરાયેલના હુમલાથી મધ્યપુર્વ ગુસ્સે ભરાયું છે તે આ હુમલાનું કારણ અમેરિકાને માને છે જેથી યમનના હુતી વિદ્રોહીઓ અદનની ખાડીમાં વ્યાપારી જહાજો પર હુમલા કરી રહ્યા છે જેમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ જહાજોને નિશાન બનાવવામાં આવ્યા છે.

અમેરિકા, બ્રિટન સહિત અને દેશો ચેતવણી આપી ચૂકયા છે તેમ છતાં હુતી વિદ્રોહીના હુમલા ચાલુ છે. અદનની ખાડીમાં બે ક્રુઝ મિસાઈલોથી હુમલા કરી એક માલવાહક જહાજને ક્ષતિગ્રસ્ત બનાવી દીધું હતું.

આ હુમલામાં એક નાવિક ગંભીર રીતે ઘાયલ થયો છે. જો કે અમેરિકી સેનાએ તેને સુરક્ષિત બચાવી લીધો હતો. હુતી વિદ્રોહીઓએ છેલ્લા 24 કલાકમાં 3 જહાજોને નિશાન બનાવ્યા હતા. હુતીઓએ કહ્યું હતું કે ગાઝામાં થતા હુમલાનો આ જવાબ છે.

Print