www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હ્યુન્ડાઈ લાવી રહ્યું છે દેશનો સૌથી મોટો IPO, ₹25000 કરોડ એકત્ર કરવાની તૈયારી


વિશ્વની જાણીતી કાર કંપની Hyundai મોટરના ભારતીય એકમોનો IPO આવી રહ્યો છે. કંપની IPO દ્વારા રૂ. 25,000 કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરશે. DHRP મુજબ કંપની 14.2 કરોડ શેર વેચી શકે છે : 21 વર્ષ બાદ કોઈ ઓટો કંપની મોટો ઇશ્યુ લાવશે : LIC અને પેટીએમ કરતા મોટો ઇશ્યું હશે

સાંજ સમાચાર

ન્યુ દિલ્હી : આઇપીઓ દ્વારા રોકાણ કરનારા લોકો માટે સારા સમાચાર છે. દક્ષિણ કોરિયન કંપની હ્યુન્ડાઈ મોટરના ભારતીય યુનિટે આઈપીઓ માટે સેબીને ડ્રાફ્ટ પેપર્સ સબમિટ કર્યા છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, શનિવારે ફાઈલ કરવામાં આવેલા પેપર અનુસાર, કંપની પોતાનો હિસ્સો 17.5 ટકા ઘટાડી શકે છે. આ IPO સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં આવી શકે છે.

કંપની 3 બિલિયન ડોલર એકત્ર કરવાનો પ્રયાસ કરશે :

કંપની IPO દ્વારા 25,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરશે. જો મંજૂરી મળે તો તે દેશનો સૌથી મોટો IPO હશે. તે બે વર્ષ પહેલા એલઆઈસીના રૂ. 21,000 કરોડના આઈપીઓને પણ વટાવી જશે.

હ્યુન્ડાઈ નવા શેર વેચશે નહીં :

એક્સચેન્જને સુપરત કરાયેલા પેપર્સ મુજબ હ્યુન્ડાઈ મોટર કુલ 14.2 કરોડ શેર વેચશે. રિપોર્ટ અનુસાર, કંપની IPO દ્વારા કોઈ નવા શેર જારી કરશે નહીં. તેનો અર્થ એ કે તમામ શેર ફક્ત વેચાણ માટે ઓફર હેઠળ જારી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, જો હ્યુન્ડાઈ મોટરના આ આઈપીઓને મંજૂરી આપવામાં આવે છે, તો કોઈપણ કાર કંપનીનો આઈપીઓ 2 દાયકા પછી આવશે.

મારુતિ સુઝુકીનો IPO 2003માં આવ્યો હતો :

આ પહેલા મારુતિ સુઝુકીનો આઈપીઓ 2003માં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ સપ્તાહની શરૂઆતમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની ઓલા ઈલેક્ટ્રીકને આઈપીઓ લાવવા માટે મૂડી બજાર નિયામક સેબીની મંજૂરી મળી ગઈ છે.

1031 શહેરોમાં વેચાણ આઉટલેટ્સ :

કંપનીના પોર્ટફોલિયોમાં 13 પેસેન્જર વાહનો છે. કંપનીના 1031 શહેરોમાં કુલ 1366 વેચાણ આઉટલેટ અને 1550 સેવા કેન્દ્રો છે. કંપનીના ચેન્નાઈ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા 8.2 લાખ યુનિટ છે. નાણાકીય વર્ષ 2026 સુધીમાં તે 9.94 લાખ યુનિટ સુધી પહોંચી શકે છે.

કંપની એસયુવીના વેચાણ પર ઘણું ફોકસ કરી રહી છે. કંપનીના કુલ વેચાણમાં SUVનો હિસ્સો 53 ટકા છે. કંપની ઇવી સપ્લાય ચેઇન પર પણ ઘણું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હ્યુન્ડાઇ મોટર સ્થાનિક અને વૈશ્વિક EV ડીલરો સાથે સહયોગ કરીને સપ્લાય ચેઇનને સુધારવાનો પ્રયાસ કરી રહી છે.

આ રીતે કંપનીનું વેલ્યુએશન લગભગ $18 બિલિયન અથવા 1.5 લાખ કરોડ રૂપિયા થશે. દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO લાવવાનો રેકોર્ડ LICના નામે છે. કંપનીએ મે 2022માં રૂ. 21,008 કરોડનો IPO લોન્ચ કર્યો હતો. Paytm ની મૂળ કંપની One97 Communications ના IPO નું કદ રૂ. 18,300 કરોડ હતું, કોલ ઇન્ડિયાનું રૂ. 15,199 કરોડ અને રિલાયન્સ પાવરનું રૂ. 11,563 કરોડ હતું. બે દાયકાથી વધુ સમયમાં ભારતમાં કોઈ ઓટો કંપનીનો આ પહેલો આઈપીઓ હશે. આ પહેલા દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી વર્ષ 2003માં આઈપીઓ લાવી હતી.

Print