www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ - સુરતના પૂર્વ કલેકટરની રાજ્ય સરકારમાં વાપસી

IAS ડો.રાજેન્દ્ર કુમારની ટુરિઝમ - એવીએશન - યાત્રાધામના સચિવ તરીકે જવાબદારી : હાલ વર્લ્ડ બેંકમાં છે


♦ ટુરિઝમ સચિવ હારીત શુક્લાની રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારી તરીકે બદલી બાદ તેમના સ્થાને ડો.રાજેન્દ્ર કુમારની નિયુક્તિ કરાઈ

સાંજ સમાચાર

♦ 2018 થી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હતા : પેહલા પ્રધાનમંત્રી કાર્યાલય, બાદમાં અમેરિકામાં વર્લ્ડ બેંકમાં ડાયરેકટરના એડવાઈઝર રહ્યા

ગાંધીનગર : રાજકોટ અને સુરતમાં કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકેલા 2004 બેચના ગુજરાત કેડરના આઈ.એ.એસ અધિકારી ડો.રાજેન્દ્ર કુમારની રાજ્ય સરકારમાં વાપસી થઈ છે. ડો.રાજેન્દ્ર કુમાર રાજકોટમાં 7.7.2011 થી 9.7.2014 સુધી જિલ્લા કલેકટર તરીકે ફરજ પર હતા. ત્યારબાદ તેઓની સુરત કલેટકર તરીકે બદલી થઈ હતી.

સુરત થી સીધા તેઓ દિલ્હી કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર બદલી થઈ હતી. તેઓ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ડાયરેકટર પદે નિયુક્ત થયા હતા. ત્યારબાદ 2021માં તેઓને અમેરિકામાં વર્લ્ડ બેંક ખાતે એક્ઝિક્યુટિવ ડાયરેકટરના એડવાઈઝર બનાવવામાં આવ્યા હતા. હવે તેઓને 6 વર્ષ બાદ ફરીથી રાજ્ય સરકારમાં વાપસી થઈ છે.

તેઓને ટુરિઝમ, પવિત્ર યાત્રાધામ, નાગરિક ઉડ્ડયન વિભાગના સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ હરિત શુક્લના સ્થાને જવાબદારી સંભાળશે. હરિત શુક્લાને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

Print