www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દર વર્ષે ટોચની કોલેજોમાં રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક રેન્કીંગમાં સ્થાન ધરાવતી

IIT હવે વિદ્યાર્થીઓને નોકરીઓ પુરી પાડવામાં સક્ષમ નથી: 38% પાસ થયેલા વિદ્યાર્થીઓ નોકરી વગરના


સાંજ સમાચાર

નવી દિલ્હી તા.24
દર વર્ષે, ટોચની કોલેજોના રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક રેન્કીંગમાં સ્થાન મેળવતી ટોચની આઈઆઈટીએસ હવે તેમના વિદ્યાર્થીઓને નોકરીઓ પુરી પાડવા માટે સક્ષમ નથી. એક આરટીઆઈમાં આ વાત સામે આવી છે. આઈઆઈટી કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરજ સિંહે દેશની આઈઆઈટીએસમાં જોબ પ્લેસમેન્ટ 2004 પર રિપોર્ટ માંગતી આરટીઆઈ અરજી મોકલી એક રિપોર્ટ અનુસાર આરટીઆઈના જવાબમાં કહેવામાં આવ્યું છે કે આઈઆઈટી પાસ કરનારા 38% વિદ્યાર્થીઓને હજુ સુધી નોકરી મળી નથી.

સિંઘે કહ્યું કે, આ વર્ષે તમામ 23 આઈઆઈટીમાં 7000થી વધુ આઈઆઈટી વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા નોકરી મળવાની બાકી છે. બે વર્ષ પહેલા આ સંખ્યા અડધી એટલે કે 3400 હતી. જયારે પ્લેસમેન્ટ માટે હાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં 1.2 ગણો વધારો થયો છે.

આઈઆઈટીઅન ધીરજસિંહની આરટીઆઈના જવાબમાં આઈઆઈટી દિલ્હીએ લખ્યું- ‘જેમ 2023-24 પ્લેસમેન્ટ સીઝન સમાપ્ત થઈ રહી છે. અમે એક મોટા પડકારનો સામનો કરી રહ્યા છીએ.

અમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં 400 વિદ્યાર્થીઓને અત્યાર સુધી નોકરી મળી નથી. પ્લેસમેન્ટ મળી શકયું નથી. આ માટે અમેની નજરથી અમારા પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ (આઈઆઈટી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ)નો સંપર્ક કરી રહ્યા છીએ. જેથી તેઓ આ એન્જીનીયરીંગ સ્નાતકોને નોકરી આવી શકે.

બિરલા ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બે મહિના પહેલા જ પત્ર લખી ચૂકયા છે. તેવી જ રીતે, અન્ય ઘણી સંસ્થાઓ નવા વિદ્યાર્થીઓને નોકરી આપવા માટે તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી મદદ માંગી રહી છે. તેવી જ રીતે આઈઆઈટી બોમ્બેએ પણ તેના જૂના વિદ્યાર્થીઓ પાસેથી મદદ માંગી છે.

જો કે, તેમનું પ્લેસમેન્ટ હજુ ચાલુ છે અને તે જૂનના અંત સુધી ચાલુ રહેશે. બેચના લગભગ 10% અથવા 250 ઉમેદવારોને હજુ સુધી નોકરી મળી નથી. આરટીઆઈ મુજબ ગત વર્ષે 329 ઉમેદવારોને નોકરી મળી ન હતી અને 171 ઉમેદવારો 2022માં નોકરી મેળવવામાં નિષ્ફળ ગયા હતા. ‘બધે પ્લેસમેન્ટ’ 20-30% ઓછું’ વી.રામગોપાલ રાવે, વીસી, બીઆઈટીએસ ગ્રુપ, જણાવ્યું હતું કે, ‘બધા જગ્યાએ પ્લેસમેન્ટ-20થી30 ટકા ઘટયા છે. જો કોઈ સંસ્થા કહે છે કે તમામ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે તો નોકરીની ગુણવતા તે જરૂરી રહેશે નહી.

આ પહેલું વર્ષ છે જયારે ચેટ જીપીટી અને મોટા ભાષાના મોડલ નોકરીઓ પર તેમની અસર દર્શાવે છે. જો બે લોકો ત્રણ લોકોનું કામ કરી શકે છે, તો 30% હાયરિંગ કોઈપણ રીતે ઘટાડવામાં આવે છે. પહેલેથી જ ઘણી ભરતી થઈ ગઈ છે અને આ વર્ષે ઘણા દેશોમાં ચુંટણીઓ યોજાઈ રહી છે. તેથી કંપનીઓ પણ રાહ જોઈ રહી છે.

Print