www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગોંડલમાં ટ્રક પાછળ આઇસર ઘુસી ગયું, ચાલકને ઇજા


સાંજ સમાચાર

રાજકોટ: ગોંડલમાં હાઇવે પર ગુંદાળા બ્રિજ ઉપર, માર્કેટિંગ યાર્ડ પાસે, પાર્ક કરેલ ટ્રક પાછળ એક આઇસર ઘુસી જતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં આઇસર ચાલકને ઇજા થતાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. ટ્રક ચાલકે પુલ ઉપર ટાયરની હવા ચેક કરવા ટ્રક ઉભો રાખ્યો ત્યારે સાંજે 6 વાગ્યા આસપાસ આ અકસ્માત થયો હતો. બનાવની જાણ થતાં હાઇવે ઓથોરિટીના રૂટ પેટ્રોલીંગ ઓફિસર મયુરસિંહ જાડેજા અને ડ્રાઇવર વિરમભાઈ દોડી ગયા હતા. ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

Print