www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાયબરેલી તથા વાયનાડ બન્ને જગ્યાએથી જો મારૂ ચાલે તો સાંસદ તરીકે રહેવાનું પસંદ કરીશ


રાહૂલ ગાંધી ભાવુક બન્યા: ભાઈ માટે બહેનની સુંદર પોસ્ટ

સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.6
2024ની લોકસભા ચૂંટણીના પરિણામોની પ્રશંસા કરતા, કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે વાયનાડ અને રાયબરેલીના લોકોનો તેમને ભારે બહુમતીથી જીત અપાવવા બદલ આભાર માન્યો અને કહ્યું કે લોકોએ દેશમાં બંધારણ અને લોકશાહીને બચાવી છે.

મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે જો મારા બસમાં હોય તો હું રાયબરેલી અને વાયનાડ બંનેમાંથી સાંસદ રહેવાનું પસંદ કરત. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની વંચિત અને ગરીમ વસ્તી તેમના અધિકારીની સુરક્ષા માટે ભારતની સાથે છે. તમામ ગઠબંધન ભાગીદારો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરોને અભિનંદન.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાજુર્નન ખડગેએ કહ્યું કે આ ચૂંટણી પરિણામ લોકો અને લોકશાહીની જીત છે. અમે કહેતા હતા કે લડાઈ મોદી વિરૂધ્ધ જનતાની છે.

રાહુલ હંમેશા સત્ય માટે લડયા હતા: પ્રિયંકા ગાંધી
નવીદિલ્હી: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અપેક્ષાઓથી વધીને સફળતા મળ્યા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાના ભાઈ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કર્યા છે.

પ્રિયંકાએ બુધવારે એકસ પર એક પોસ્ટમાં કહ્યું કે વિપક્ષે તમારી સાથે ગમે તેવા વ્યવહાર કર્યો. તમે હંમેશા અડગ રહ્યા. તમારા માર્ગમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવી તમે કયારેય વિશ્વાસ કરવાનું બંધ કર્યુ નથી.

અસત્યના વ્યાપક પ્રચાર છતા તમે કયારેય સત્ય માટે લડવાનું બંધ કર્યું ન હતું. અને તમે કયારેય ક્રોધ અને નફરતને તમારા પર કબજો થવા દીધો ન હતો. તમે તમારા દિલમાં પ્યાર, સચાઈ, અને દયાની સાથે લડાઈ લડી હતી. જે લોકો તમને નથી મળ્યા. હવે તમને જોવા માંગશે.

Print