www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટોલ માંગ્યો તો બુલડોઝર ફેરવી દીધુ


સાંજ સમાચાર

ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદ જીલ્લામાં હાફુડના પિલખુવા પાસે આવેલા ટોલનાકા પર વાહનચાલકે આતંક મચાવી દીધો હતો. વાહન ચાલકે બે નાકા તોડીને દિલ્હી-લખનઉ હાઈવે પર બુલડોઝર દોડાવી દીધુ હતું અને ત્રણ કારને ટકકર પણ મારતા મહિલા-બાળકો સહિત પાંચ લોકોને ઈજા થઈ હતી. પોલીસ એક કલાક સુધી બુલડોઝર પાછળ દોડતી રહી હતી.

અંતે વ્રજઘાટ પોલીસે વાહનચાલકને પકડયો હતો. ગાઝીયાબાદ જતા આ વાહનચાલક પાસે ટોલ માંગવામાં આવતા માથાકુટ કરી હતી અને લગભગ 50 કિ.મી. સુધી પોલીસે દોડાદોડી કરીને સિકારાના ધીરજસિંહની ધરપકડ કરી હતી.

 

Print