www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સાઈબર ઠગોએ લોકોને લૂટવા નવો કીમિયો અજમાવ્યો

Uttar Pradesh : ટ્રાફિક ચલણ ભરવાનો મેસેજ આવે તો સાવધાન, બેન્ક ખાતુ સાફ થઈ શકે છે


ગાઝીયાબાદના શખ્સ સાથે 2.5 લાખની ઠગાઈ

સાંજ સમાચાર

ગાઝીયાબાદ,તા.22
ઉતરપ્રદેશના ગાઝીયાબાદમાં ઠગાઈનો એક અલગ જ કેસ બહાર આવ્યો છે, જેણે લોકોની પરેશાની વધારી દીધી છે, જો આપને પણ ટ્રાફિક ચલણને લઈને કોઈ મેસેજ આવ્યો હોય અને તેના પર આપવામાં આવેલ લિંક પર કલીક કરવાથી આપ ફ્રોડના શિકાર બની શકો છે, જેથી આપે એલર્ટ રહેવાની જરૂરી છે. આ પ્રકારની લિંકને વેરીફાઈ કર્યા વિના કલીક કરવાથી આપ ઠગાઈનો શિકાર બની શકો છો.

સુરત સીટી મોદીનગરમાં રહેતા વિકાસ ત્યાગીએ જણાવ્યું હતું કે, તેને વોટસએપ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં તેના વાહનના ચલણની વાત હતી. મેસેજમાં એક લિંક હતી. જે કલીક કરી હતી પણ કોઈ પેજ ખુલ્યું નહોતું. ત્યારબાદ તેણે મોબાઈલને ખિસ્સામાં મુકી દીધો હતો.

થોડીવાર બાદ તેમના ક્રેડીટ કાર્ડથી ટ્રાન્જેકશન થવા લાગ્યુ હતું અને ક્રેડીટ કાર્ડથી તેના ખાતામાંથી 2 લાખ 47 હજાર રૂપિયા કાઢી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ મામલે તરત જ 1930 ખાતે ફરિયાદ કરી હતી.

આ કેસમાં પ્રારંભીક તપાસમાં બહાર આવ્યું છે કે ઠગાએ ટ્રાન્જેકશન મહારાષ્ટ્ર, ભિવંડી, દિલ્હી, પંજાબ અને બિહારની પાવર સપ્લાય કરનાર કંપનીના એકાઉન્ટમાં મોકલ્યા હતા. ઠગોએ આ પૈસા વીજળી બિલ પેમેન્ટ કર્યા હતા. આ મામલે બેન્ક ડિટેલ માંગવામાં આવી રહી છે અને તપાસ હાથ ધરી છે.

Print