www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વરસાદની સિઝન મોડી શરૂ થતાં તાલપત્રીના ધંધા પર અસર: માત્ર 40 ટકા ઘરાકી


માંગ ઘટતા ભાવમાં રૂા.25 થી 30નો ઘટાડો નોંધાયો: ઔદ્યોગિક વસાહતો દ્વારા સૌથી વધુ તાલપત્રીની ખરીદી

સાંજ સમાચાર

►બજારોમાં ફ્લેક્સ,UV, HDP, સાદી અને કોટેડ પ્રકારની 10 થી 50 ફૂટ સુધીની તાલપત્રી ઉપલબ્ધ: કિંમત રૂા.200 થી 8 હજાર

રાજકોટ, તા.28

હાલ વર્ષાઋતુની શરૂઆત થઇ ગયેલ છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે પવન સાથે દેશભરમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શહેરભરમાં વરસાદથી બચવા માટે લોકો દ્વારા રેઇનકોટ, છત્રી તેમજ તાલપત્રીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. હાલ શહેરના ફૂટપાથ તેમજ દુકાનોમાં તાલપત્રીનું વેચાણ શરૂ થઇ ચૂક્યું છે. તાલપત્રીનો ઉપયોગ બોર્ડ-બેનર, વહાણ, ટ્રક, રેલ્વે, દુકાનો સહિતની જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે. જેના પરિણામે ભારે પવન સાથે વરસતા વરસાદ સામે રક્ષણ મેળવી શકાય.

‘સાંજ સમાચાર’ સાથેની વાતચીત દરમિયાન શહેરમાં તાલપત્રીનો વેપાર કરતા કાસિમભાઇએ જણાવ્યું હતું કે, તાલપત્રીમાં આવતી જુદી-જુદી પાંચ પ્રકારની તાલપત્રી અમારી પાસે ઉપલબ્ધ છે. જેમાં ફ્લેક્સ, કોટેડ, HDP, UV અને સાદી તાલપત્રીનો સમાવેશ થાય છે. તાલપત્રી કલક્ત્તા, ભાવનગર, બેંગ્લોર અને બોમ્બેથી મંગાવવામાં આવે છે. આ તાલપત્રી 10 ફૂટથી લઇને 50 ફૂટ સુધીની છે. જેમાં 10 ફૂટની તાલપત્રીની કિંમત રૂા.200 થી 600 સુધીની તેમજ 50 ફૂટની તાલપત્રીની કિંમત રૂા.1500 થી 8000 સુધીની છે. હાલ સૌથી વધુ યુવી અને કોટેડવાળી તાલપત્રીનું વેચાણ છે. આ બંને પ્રકારની તાલપત્રીને ખરીદનારો વર્ગ ફેક્ટરીવાળા, સિરામીકવાળા, ઔદ્યોગિકના વેપારીઓ છે. આ પાંચ પ્રકારની તાલપત્રીનો ઉપયોગ જુદી-જુદી જગ્યાએ કરવામાં આવે છે. જેમાં તાલપત્રીના ઉપયોગ વિશે વાત કરતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ફ્લેક્સનો ઉપયોગ બોર્ડ અને બેનરો તેમજ ફેક્ટરીઓમાં કોટેડનો ઉપયોગ વાહણોમાં HDP નો ઉપયોગ મોટા ટ્રક વાહનોમાં, ઞટનો ઉપયોગ રેલ્વેમાં તદ્પરાંત સાદી તાલપત્રીનો ઉપયોગ દુકાનો, ઘરમાં કરવામાં આવે છે. આ દરેક પ્રકારની તાલપત્રીનું વેચાણ તેને અનુરૂપ સ્થળ કે જગ્યા પર આધારીત હોય છે. રેલ્વેમાં ઉપયોગમાં લેવાતી ઞટ તાલપત્રી 3 થી 4 વર્ષ સુધી ચાલે છે. જ્યારે તેના સિવાયની તાલપત્રી 6 મહિનાથી એક વર્ષ સુધી ચાલે છે.

તાલપત્રીના ભાવતાલ વિશે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદની સિઝન મોડી શરૂ થઇ છે. જેના પરિણામે હાલ બજારોમાં તાલપત્રીની ઘરાકી જોવા મળેલ નથી. આથી બજારમાં માંગ ઓછી હોવાને પરિણામે ભાવમાં રૂા.25 થી 30નો ઘટાડો થયેલ છે. હાલ બજારોમાં પણ 20 થી 25 ટકા જેટલી જ ઘરાકી છે.
હાલ વરસાદની સિઝન ગત વર્ષ કરતાં મોડી હોવાથી વેપાર પર અસર પડેલ છે. આગામી સમયમાં વરસાદ પડશે તો જ ઘરાકીમાં વધારો થશે તેવી વેપારીઓમાં આશા છે.

Print