www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ખળભળાટ મચાવનાર ‘નીટ’ની પુન: પરીક્ષા આપનાર છાત્રોનું પરિણામ

‘નીટ’ પરીક્ષામાં રિ-ટેસ્ટમાં 60 ટકા છાત્રો વધુ માર્કસ લાવ્યા પણ 720માંથી 720 ન લાવી શકયા!


રિ-ટેસ્ટ આપનાર છાત્રો ગ્રેસ માર્કસના સ્કોરને સ્પર્શી ન શકયા

સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.2
દેશભરમાં ખળભળાટ મચાવનાર ‘નીટ’ પરીક્ષામાં ગ્રેસ માર્કસ મેળવનાર અને રિ-ટેસ્ટ આપનાર 813 ઉમેદવારોમાંથી 60 ટકા છાત્રોએ વધુ માર્કસ રિ-ટેસ્ટમાં મેળવ્યા છે પરંતુ તેઓ તેમને મળેલા ગ્રેસ માર્કસના આંકડાને સ્પર્શી શકયા નહોતા.

આ અંગે વધુમાં જાણવા મળેલી વિગત મુજબ નેશનલ ટેસ્ટ એજન્સી (એનટીએ) દ્વારા સોમવારે જાહેર સંશોધિત પરિણામો મુજબ મેડિકલ પ્રવેશ પરીક્ષા પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (નીટ-યુજી)માં ટોપ સ્થાન મેળવનાર ઉમેદવારોની સંખ્યા 67થી ઘટીને 61 થઈ ગઈ છે.

એનટીએએ 5 મેનાં રોજ યોજેલી પરીક્ષામાં 6 કેન્દ્રો પર મોડેથી પરીક્ષા શરૂ થતા 1566 પરીક્ષાર્થીઓને ગ્રેસ માર્કસ અપાયા હતા. જેમાં 813 છાત્રોએ રિ-ટેસ્ટ આપી હતી.

જેમાં 60 ટકા ઉમેદવારોએ અગાઉની ટેસ્ટના માર્કસની તુલનામાં વધુ માર્કસ મેળવ્યા હતા. પરંતુ તેઓ અગાઉની ટેસ્ટમાં મળેલા ગ્રેસ માર્કસના આંકડાને સ્પર્શી શકયા નહોતા. કોઈપણ ઉમેદવારો 720માંથી 720 માર્કસ નહોતા મેળવી શકયા.

 

 

Print