www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અલીગઢમાં વાંદરાઓ 35 લાખ રૂપિયાની 1100 ક્વિન્ટલ ખાંડ ચટ કરી ગયા


સાંજ સમાચાર

અલીગઢ, તા. 23
અલીગઢમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં, વાંદરાઓએ સાથા  સુગર મિલમાં 30 દિવસમાં 35 લાખ રૂપિયાની 1100 ક્વિન્ટલથી વધુ ખાંડ ખાઈ ગયા.
કિસાન સહકારી સુગર મિલ્સ લિમિટેડના ઓડિટ રિપોર્ટમાં આ છેતરપિંડીનો પર્દાફાશ થયો છે.

આ મામલામાં મેનેજર અને એકાઉન્ટ ઓફિસર સહિત છ લોકો દોષિત માનવામાં આવ્યા છે જેમની પાસેથી પૈસા વસુલવામાં આવશે. તેનો રિપોર્ટ શેરડી કમિશનરને મોકલી આપવામાં આવ્યો છે. ખાંડનો આટલો મોટો જથ્થો વાંદરાઓ દ્વારા ખાવામાં આવી રહ્યો છે અને વરસાદને કારણે બગડી જવાથી ખાંડના મોટા કૌભાંડ તરફ ઈશારો થઈ રહ્યો છે. 

જિલ્લા એકાઉન્ટ્સ પરીક્ષા અધિકારી, સહકારી મંડળીઓ અને પંચાયત ઓડિટ દ્વારા તાજેતરમાં કિસાન કોઓપરેટિવ સુગર મિલ લિમિટેડનું ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 31મી માર્ચ 2024 સુધી સાથ સુગર મિલના ફાઇનલ સ્ટોકનું ફિઝિકલ વેરિફિકેશન કરવા માટે રિપોર્ટ અનુસાર, ખાંડનો સ્ટોક 1 એપ્રિલથી ઓક્ટોબર 2023 સુધી મેચ થતો જોવા મળ્યો હતો.

આ પછી ફેબ્રુઆરી 2024માં ખાંડનો સ્ટોક 1538.37 ક્વિન્ટલ હતો. જે આગામી મહિને એટલે કે માર્ચમાં ઘટી 401.37 ક્વિન્ટલ રહી હતી. ઓડિટ રિપોર્ટ મુજબ 1137 ક્વિન્ટલ સફેદ ખાંડ વાંદરાઓ અને વરસાદથી બગડી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, માર્ચ મહિના માટે દર્શાવેલ બાકીનો સ્ટોક ફિઝિકલ વેરિફિકેશન માટે મળ્યો ન હતો.

 

વાંદરાઓ ઓઆરએસ પી ગયા હતા 
ગયા વર્ષે બલિયાના એક સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. અહીં વાંદરાઓનું ટોળું દુકાનમાં ઘુસી ગયું અને ORS અને વિટામિનની ગોળીઓ ખાધી.

 

લાખો લિટર દારૂ પી ગયા હતા ઉંદરો
બિહારમાં દારૂબંધીની એક પછી એક વાર્તાઓ ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. વાત 2017ની છે. જ્યારે તત્કાલિન એસએસપી મનુ મહારાજે પોલીસ અધિકારીઓને પૂછયું કે જપ્ત કરાયેલા દારૂનો જથ્થો સતત કેમ ઘટી રહ્યો છે, તો તેઓએ કહ્યું, સાહેબ, દારૂ ઉંદરો પીવે છે. આ સમાચાર ફેલાતાં જ બિહાર પોલીસને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે ઉંદરોએ લાખો લીટર દારૂ પીધો હતો. પોલીસે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

 

મેનેજર અને એકાઉન્ટ ઓફિસર સહિત છ ગુનેગારો મળી આવ્યા
સહકારી મંડળીઓ અને પંચાયત ઓડિટના સહાયક ઓડિટ અધિકારી વિનોદ કુમાર સિંઘે અહેવાલમાં જણાવ્યું હતું કે સંસ્થાને 1137 ક્વિન્ટલ ખાંડના વર્તમાન અંદાજિત બજાર ભાવ 3100 રૂપિયા પર 35 લાખ 24 હજાર 700 રૂપિયાનું નુકસાન થયું છે.

જેના માટે પ્રિન્સિપલ મેનેજર રાહુલ યાદવ, ચીફ એકાઉન્ટ ઓફિસર ઓમપ્રકાશ, મેનેજર કેમિસ્ટ એમ કે શર્મા, એકાઉન્ટન્ટ મહિપાલ સિંઘ, સિક્યુરિટી ઓફિસર ઈન્ચાર્જ દલવીર સિંહ, વેરહાઉસ કીપર ગુલાબ સિંઘને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ રિપોર્ટ સુગરકેન કમિશનર, ડેપ્યુટી ડાયરેક્ટર સુગર મિલ્સ એસોસિએશન, લખનૌને મોકલવામાં આવ્યો છે.

 

Print