www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દહીંસરામાં મહીલાઓ જંતુનાશક દવા પી જીવન ટુંકાવ્યું


15 વર્ષીય ભારતીબેન જાપડીયાએ રાજકોટ સીવીલમાં સારવાર દરમિયાન દમ તોડયો: પરીવારમાં શોક: પોલીસે બનાવનું કારણ જાણવા તજવીજ આદરી

સાંજ સમાચાર

રાજકોટ,તા.23

દહીંસરાની સીમમાં મહીલાએ અગમ્ય કારણોસર જંતુનાશક દવા પી આપઘાત કરી લેતાં પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ આદર્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ  દહીંસરા ગામે રહેતાં ભારતીબેન રાજેશભાઈ જાપડીયા (ઉ.વ.35) ગઈ તા.21ના પોતાની વાડીએ જઈ જંતુનાશક દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમને તાત્કાલીક સારવારમાં પ્રથમ અત્રેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

જયાંથી વધું સારવારમાં અંગેની સીવીલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરનાં તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતો.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતો સ્ટાફ દોડી આવ્યો હતો.અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવિજ હાથ ધરી હતી.બનાવની મૃતકના પરીવારમાં કલ્પાંત છવાયો હતો.

Print