www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામનગરના તીનબતી વિસ્તારમાં રૂા.99 માં કપડાની જાહેરાતથી સર્જાઇ અંધાધૂંધી: લોકોની ભારે ભીડથી બબાલ: ટ્રાફિક જામ


પોલીસે તાબડતોબ દોડી જઇ ટોળાને વિખેરી સેલનો ખેલ બંધ કરાવ્યો

સાંજ સમાચાર

જામનગર, તા.29
સમાજ જીવન ઉપર સોશિયલકમીડિયાનો કેટલો પ્રભાવ છે તેનો જીવંત દાખલો શુક્રવારે શત્રે જામનગરમાં જોવા મળ્યો હતો. કપડાની તમામ વસ્તુઓ 99 રૂપિયામાં વેચાણની જાહેરાત બાદ હજારોની મેદની ઉમટી પડતા પોલીસને કાર્યવાહી કરવી પડી હતી. લોકોના ધસારાને કારણે બે કલાક સુધી ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ત્રણ બતી વિસ્તારમાં એક દુકાનદાર દ્વારા પોતાની દુકાનમાં તા. 28ની રાત્રે માત્રને માત્ર 9 થી 10:30 દરમિયાન 99 રૂપિયામાં બુટ, પેન્ટ, શર્ટ, ટીશર્ટ એવી કોઈપણ વસ્તુનું સેલ કરવામાં આવશે તેવી ઈન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પોતાની રીતે જાહેરાત કર્યા પછી સેલના સમય કરતા એક દોઢ કલાક પહેલા જ ત્રણ બત્તી વિસ્તારમાં હજારો લોકો ઉમટી પડતા સમગ્ર વિસ્તારમાં અંધાધુંધી ફેલાઈ ગઈ હતી. 

નાની જાણ થતા ટ્રાફિક પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે ઘસી ગયો હતો તેમજ તેની મદદ માટે અન્ય પોલીસ સ્ટાફને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી પરંતુ લોકોને ટોળા ખસવાનું નામ લેતા ન હતા. આખરે પોલીસની સુચનાથી દુકાનદારે પોતાની દુકાન બંધ કરી દીધી હતી

. વિસ્તારમાં રસ્તો બંધ થઈ જવાને કારણે ત્રણ બતીના જુના અનુપમ ટોકીઝ વિસ્તારથી બેડી ગેટ તરફ અને બીજી તરફ જૂના રેલ્વે સ્ટેશન તરફ અને ટાઉનહોલ તરફ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

તેથી સ્થિતિ પૂર્વવત કરવા માટે પોલીસે લાઠી ઉગામીને, રીતસર -લોકોને ધકેલીને રોડ પરથી દૂર કરીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. રાત્રે 8 વાગ્યે આસપાસની આ ઘટનાને કારણે ત્રણ બત્તી વિસ્તારમાં રાત્રે 9:45 વાગ્યા બાદ પણ ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી.

Print