www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કેશોદમાં બહેન-બનેવીનાં ઝગડામાં સમાધાનમાં આવેલા સાળાએ બનેવીની આંખ ફોડી નાખી


ઈજાગ્રસ્ત બનેવીને પ્રથમ જુનાગઢ બાદ રાજકોટ રીફર કરાયા

સાંજ સમાચાર

જુનાગઢ તા.24
કેશોદમાં પતિ-પત્નીના ઝગડામાં સાળાને સમાધાનમાં ઉશ્કેરાઈ જઈ લોખંડનો હુક મારી આંખ ફોડી નાખી ગરદનના ભાગે હુકમ મારી દીધાની ઘટના ઘટવા પામી હતી. સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે.

કેશોદ એરપોર્ટ રોડ પ્રજાપતિ સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ ઉર્ફે લાલો માણસુરભાઈ લીલા (ઉ.40) ટ્રક ડ્રાઈવરનો ધંધો કરતો હોય અશ્ર્વિનભાઈએ ધોરાજી ભારતીબેન સાથે પ્રેમલગ્ન કર્યો હતો જેમાં સંતાનોમાં બે બાળકીઓએ બન્ને પતિ-પત્ની વચ્ચે થોડા સમયથી ઝગડો ચલતો હોય છેલ્લા અઠવાડીયાથી બન્ને બોલતા ન હોય.

અશ્વિનભાઈ ગાંધીનગર માણસાથી ટ્રકમાં સીંગદાણા ભરીને સોંદરડા આવેલ હતા. ગત તા.21-5ની રાત્રીના 10 કલાકે કેશોદ દિપાંતી ફર્નીચર સામે સમાધાન અંગેની વાતચીત ચાલતી હતી ત્યારે તેમના સાળા મુકેશ રામચંદ્ર કીસણાણી રે. અગતરાયવાળાએ ઉશ્કેરાઈ જઈ ટ્રકની કેબીનમાં ટાયરમાંથી કાંકરા કાઢવાનો ટ્રક લઈ ચાવી તેના બનેવી અશ્વિનના ગળામાં માથામાં મારી આંખમાં હુંક ઝીકી દેતા આંખ ફોડી નાખી હતી. અશ્ર્વિનભાઈ કેશોદથી જુનાગઢ અને ત્યાંથી રાજકોટ ખસેડાયેલ છે. તપાસ પીએસઆઈ બાલાસરાએ હાથ ધરી હતી.

 

Print