www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીમાં રિસામણે બેઠેલ પત્ની પાસે રહેલ દિકરીને મળવા ગયેલ યુવાન ઉપર સાળાનો છરી વડે હુમલો


ગાળો આપી ત્રણ ઘા મારી દીધા : મારામારીના બનાવમાં બેની ધરપકડ

સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.23
મોરબીમાં રિસામણે બેઠેલ પત્ની પાસે રહેલ દિકરીને મળવા માટે ગયેલા યુવાનને તેના સાળાએ છરીના ઘા ઝીંકિ દેતા ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ તેના સાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.

લાતી પ્લોટમાં રહેતા ફરિયાદી મહમદરફીકભાઈ અબ્દુલભાઇ સેડાતે (40) એ કાદર રઝાકભાઈ ભટ્ટી રહે.મિલન પાર્ક સોસાયટી ક્રિષ્નાપાર્ક વાવડી રોડ સામે મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ કરી છે. દોઢેક માસથી તેમની પત્ની સલમાબેન લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાસે તેના પિતાના ઘેર ચાલી ગઈ હતી જેથી ફરિયાદી ત્યાં તેમની 6 વર્ષની દીકરીને મળવા માટે જતા હતા.તા.20-5 ના રોજ રાતે 12 વાગ્યે તેઓ તેમની દિકરીને મળવા માટે ગયા હતા.ત્યારે વાવડી રોડ ઉપર રહેતો તેનો સાળો આરોપી કાદર રજાકભાઈ ભટ્ટી ત્યાં આવતા તેને ફરિયાદીને જેમફાવે તેમ બોલી ગાળો આપી હતી અને છરી કાઢીને આડેધડ ત્રણ ઘા તેના જ બનેવીને મારી દીધા હતા. ફરિયાદીનો દિકરો અને અન્ય લોકો ત્યાં આવી જતાં આરોપી ત્યાંથી ચાલ્યો ગયો હતો પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
 

બે ની ધરપકડ
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં યુવાનને માર મારવામાં આવ્યો હતો અને બાદમાં તે યુવાનના ભાઈ સહિત બે વ્યક્તિઓએ મોરબીના વાવડી રોડ ઉપર આવેલા ગણેશનગર વિસ્તારમાં સામાવાળાઓના ઘરે જઈને મારામારી કરી હતી.જે બનાવમાં બંને તરફેથી સામ સામે ફરિયાદો નોંધાવવા પામી હતી.આ કેસની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા હોય ઉપરોક્ત મારામારીના બનાવમાં તેઓએ વિશાલ સુરેશભાઈ ઝીંઝુવાડીયા (27) તેમજ સંજય લવજીભાઈ અગેચાણીયા (29) અટકાયત કરી હતી.જોકે જે ગુનામાં સાત વર્ષથી ઓછી સજા હોય તેમાં કોર્ટનો હુકમ હોય કે ધરપકડ ન કરવી તેથી ઉપરોક્ત બંનેને નોટિસ આપીને પોલીસ દ્વારા જામીન મુક્ત કરવામાં આવ્યા હતા.
 

વાવડી રોડ ખાતે મારામારી
મોરબીના વાવડી રોડ ઉપર રહેતા મુકેશભાઈ ભનાભાઈ દેલવાડીયા જાતે દેવીપુજક નામનો 33 વર્ષનો યુવાન મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગણેશનગર વિસ્તાર પાસેથી જતો હતો.ત્યારે પૈસાની લેતીદેતી બાબત ના ઝઘડામાં મુકેશભાઈને મારામારીના બનાવમાં ઇજા થતા દવાખાને ખસેડાયા હતાં.

Print