www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પ્રભાસપાટણમાં રામરાખ ચોકમાં આડેધડ પાર્કિંગથી લોકોને હાલાકી


સાંજ સમાચાર

(દેવાભાઈ રાઠોડ)
પ્રભાસપાટણ, તા. 23

પ્રભાસ પાટણ શહેર ગીચ વસ્તી અને આખા શહેરમાં મુખ્ય બજાર તેમજ રહેણાક વિસ્તારમાં ખુબજ સાંકડી ગલી ઓ આવેલ છે આખા પ્રભાસ પાટણ શહેરમાં  એક માત્ર રામરાખ ચોકમા ખુલ્લી જગ્યા આવેલ છે જેથી આ ચોક મા ગાયોને ઘાસ ચારા નાખવામાં આવે છે પરંતુ આ ચોકમા આજુબાજુના ગેસ્ટ હાઉસ ના માલકો દ્વારા ફોર વ્હીલર પાર્કિંગ કરવામાં આવતું હોવાથી આખો ચોક બંધ થાય છે અને બાઇક કાઢવી મુશ્કેલ બને છે તેમજ મેડિકલ ઈમરજન્સી હોય અને 108 સહિત એમ્બ્યુલન્સને લાવવામાં મુશ્કેલી પડે છે અને આ વાહન ચાલકોને વાહનો હટાવવાનું કહેવામા આવે તો વાહનો હટાવતા નથી જેથી આ રામરામ ચોકમાં ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ વાહનો પાર્કિંગ બંધ કરાવે જેથી અન્ય વાહનો નિકળી શકે અને ગાયો ને ચારો નાખી શકાય તેવી લોકોની માંગણી છે.

Print