www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

♦આરોપીએ પઠાણી ઉઘરાણી કરી અડધો લાખ પડાવી લીધા બાદ દાઢ ડણકી: મહિલા પાસેથી રૂપીયા પડાવવા પરિવારને મારી નાખવાની ધમકી આપી: એ. ડિવિઝન પોલીસે મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

આરએમસીમાં સફાઈ કામદાર મહિલાએ રૂ.20 હજારના 58 હજાર ચૂકવ્યાં છતાં વધું એક લાખ માંગી ધમકી આપી


♦આરોપી સવિતા ઉર્ફે કાળી પણ આરએમસીમાં સફાઈ કામદાર છે: ઠક્કરબાપા વિસ્તારમાં રહેતાં જમનાબેને દવાખાનાના કામ માટે લીધેલા ઉછીના રૂપીયા મોંઘા પડ્યા

સાંજ સમાચાર

રાજકોટ. તા.23
આરએમસીમાં સફાઈ કામદાર અને ઠક્કરબાપા વિસ્તારમાં રહેતાં મહિલાએ તેના પતિની સારવાર માટે તેની સાથે કામ કરતી સફાઈ કામદાર સવિતા ઉર્ફે કાલી પાસેથી લીધેલા ઉછીના રૂ.20 હજારના 58 હજાર ચૂકવી દિધા છતાં વધું રૂ.1 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે ઠક્કરબાપા હરીજન વાસ શેરી નં.03 ક્ધયા છાત્રાલય પાછળ રહેતાં જમનાબેન રસીકભાઇ મકવાણા (ઉ.વ.50) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સવિતાબેન ઉર્ફે કાળીબેન રૂપા રાઠોડ (રહે. પરસાણાનગર શેરી નં.5) નું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ આરએમસીમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે.  આશરે બે વર્ષ પહેલા તેમના પતિ રસીકભાઈનું એક્સીડન્ટ થતાં તેમને ફેક્ચર થયેલ હોય જેથીહોસ્પીટલમા ખર્ચો થતાં તેણીને રૂપીયાની જરૂરીયાત ઉભી થતાં તેમની સાથે આરએમસી વોર્ડ નં -7 (બ) માં નોકરી કરતા સફાઇ કામદાર સવીતાબેન ઉર્ફે કાળીબેન રાઠોડને રૂપીયાની જરૂરીયાત હોય તેવી વાત કરતા ગઇ તા. 17/07/2022 ના બન્ને ગોંડલ રોડ પર લોહાનગરમાં હતા ત્યારે સવીતાબેને કહેલ કે, તમે  રૂપીયાની વાત કરેલ હતી તમારે કેટલા રૂપીયા જોઇયે છે તેમ વાત કરતા રૂ. 20 હજારની જરૂરત છે તેમ કહેતા તેને રોકડા રૂ. 20 હજાર રૂપીયા ઉછીના આપેલ હતા અને બાદ ત્રણેક મહીના પછી મારે રૂપીયાની સગવડ થઈ જતા રૂ.20 હજાર પરત આપી દિધેલ હતા.
.
બાદમાં આરોપી સવીતાબેનની બીજા વોર્ડમા બદલી થઇ ગયેલ હતી. એક વર્ષ બાદ તેણી લોહાનગરમાં  સફાઇ કામ કરતી હતી ત્યારે સવારના સમયે સવીતાબેન તેમની પાસે આવેલ અને કહેલ કે, મેં તમને જે રૂ.20 હજાર આપેલ હતા તે તમને 20 ટકા વ્યાજે આપેલ હતા અને તેમનુ વ્યાજ રૂ.10 હજાર આપવા પડશે તેમ કહેતાં તેણીએ આરોપીને  લોહાનગરમાં રોકડા રૂ.10 હજાર ત્રણ દિવસ બાદ આપેલ હતા. ત્રણેક મહીના બાદ ફરીવાર તેણી લોહાનગરમાં સફાઈ કામ કરતાં હતાં ત્યારે આરોપીએ તેની પાસે આવી કહેલ કે, હજુ તમારે રૂ. 10 હજાર વ્યાજના આપવા પડશે તેમ કહેતાં આરોપીને તેણીએ રૂ.5 હજાર આપેલ અને બાદમાં  બે મહીના બાદ બાકીના રોકડા રૂ.5 હજાર વ્યાજના આપેલ હતા. 

તેમજ એકાદ મહિના બાદ આરોપીએ કહેલ કે, તમારે હજુ વ્યાજના રૂપીયા આપવા પડશે તેમ કહેતાં તેમને કટકે કટકે રોકડા રૂ.18 હજાર વ્યાજના આપેલ હતાં. ગઇ તા.15/05 ના સાંજના સમયે તેણી ઘરે હતાં ત્યારે આરોપી તેની ઘરે આવેલ હતા અને કહેલ કે, તમારે વ્યાજના હજુ વધારે રૂ.60 હજાર આપવા પડશે તેમ કહેતા તેમને કહેલ કે, મે તમારી પાસે લિધેલ રૂ. 20 હજારના વ્યાજ સહિત રૂ.58 હજાર ચુકવી આપેલ છે, તો હવે હવે રૂ. 60 હજાર કેમ દેવાના છે, તેમ કહેતા આરોપીએ કહેલ કે, તમે લોહાનગર મને મળવા આવજો હું તમને કહીશ તેમ કહિ જતા રહેલ અને બાદમાં ફોન કરી અવારનવાર રૂ.60 હજારની  ઉઘરણી કરતા હતા અને ગઇ તા.20/05 ના સવાર સમયે તેણી લોહાનગરમાં નોકરી પર હતાં .

ત્યારે કાળીનો ફોન આવેલ હતો અને કહેલ કે, તમારે રૂ.60 હજારના હવે રૂ.1 લાખ આપવા પડશે, નહિતર તમને સમાજમાં બદનામ કરીશ અને તમારા પતિ અને છોકરાઓને માણસો દ્વારા માર ખવડાવીશ તેમ ધમકી આપી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઈ એસ.એમ.સૈયદ અને સ્ટાફે વધું તપાસ હાથ ધરી હતી.

 

Print