www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટમાં બપોરે વીસ મીનીટનાં ઝાપટાથી ઠંડક પ્રસરી ગઇ


બપોરે અઢી વાગ્યા સુધીમાં માત્ર 8 મીમી વરસાદ પડયો

સાંજ સમાચાર

રાજકોટ, તા.27

રાજકોટ શહેરમાં આજે સવારે સખત બફારા વચ્ચે ધુપછાંવભર્યુ હવામાન છવાયેલુ હતુ. જયારે બપોરે 1ર.30 કલાક બાદ વીસ મીનીટ સુધી બે જોરદાર ઝાપટા વરસી ગયા હતા જેના કારણે રાજકોટનાં સખત બફારામાંથી લોકોને છુટકારો મળેલ હતો. 

બપોરે 1ર.30થી એક વાગ્યા સુધીમાં શહેરમાં ભારે પવન વચ્ચે પડેલા જોરદાર ઝાપટાથી નગરજનોએ ગરમીમાંથી  રાહત મેળવી હતી.  સ્થાનિક હવામાન કચેરી મુજબ બપોરે ર.30 કલાક સુધીમાં રાજકોટમાં 8 મીમી વરસાદ પડયો હતો. બપોરે શહેરનું તાપમાન 30 ડિગ્રી નોંધાયુ હતું અને હવામાં ભેજ 91 ટકા રહ્યો હતો જયારે પવનની સરેરાશ ઝડપ 10 કિ.મી. રહેવા પામી હતી.

Print