www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

♦30 વર્ષીય યુવતીએ આરોપી તરીકે હરેશ સોંદરવા અને અમરશી સોંદરવાના નામ આપતા બંને શખ્સોની શોધખોળ

શાપરમાં બે સગા ભાઈએ યુવતી પર દુષ્કર્મ આચર્યું


♦એક ભાઈએ દુષ્કર્મ કર્યાં પછી, બીજા ભાઈએ લગ્નનું વચન આપી બાદમાં બીજે લગ્ન કરી લીધા: શાપર પોલીસે ગુનો નોંધ્યો

સાંજ સમાચાર

રાજકોટ, તા.19
શાપરમાં બે સગા ભાઈએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. એક ભાઈએ દુષ્કર્મ કર્યાં પછી, બીજા ભાઈએ લગ્નનું વચન આપી બાદમાં બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. શાપર પોલીસે ગુનો નોંધ્યો હતો. 30 વર્ષીય યુવતીએ આરોપી તરીકે હરેશ સોંદરવા અને અમરશી સોંદરવાના નામ આપતા બંને શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

બનાવની પોલીસ સુત્રો તરફથી મળતી વિગત મુજબ શાપર પોલીસ મથકે 30 વર્ષીય ભોગ બનનાર યુવતીએ આરોપી તરીકે હરેશ દેવજી સોંદરવા અને અમરશી દેવજી સોંદરવાનું નામ આપી ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદ મુજબ આશરે ચારેક વર્ષ પહેલા યુવતી સાથે અમરશીએ બળજબરી કરી દુષ્કર્મ આચર્યુ હતું. જેથી યુવતીએ  ઝેરી દવા પી લીધી હતી.

પણ યુવતીનો જીવ બચી ગયો હતો. આપઘાત પ્રયાસની વાત યુવતી અને આરોપી બંનેના  પરિવારને થઇ હતી. જે તે સમયે યુવતી કાયદેસર કાર્યવાહી કરશી તેમ લાગતા અમરશીના ભાઇ હરેશે તે સમયે યુવતીને  ફોસલાવી ‘હું તારી સાથે લગ્ન કરી લઇશ તેવો કરાર કર્યો હતો એટલે યુવતીએ અમશી વિરૂધ્ધ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

જે પછી હરેશ અને યુવતી બંને એક જ મકાનમાં રહેવા લાગ્યા હતા. લીવ-ઇન દરમિયાન યુવતીએ અનેક વખત હરેશને લગ્ન કરી લેવા પ્રસ્તાવ મુકેલા પણ હરેશે દર વખતે અલગ-અલગ બહાના બનાવ્યા હતા. દરમિયાન હરેશે અનેક વખત યુવતી સાથે શરીર સંંબંધ બાંધેલ હતા. આ પછી દર વખતે હરેશ બહાના બનાવતો હોય પણ લગ્ન ન કરતો હોય બંને વચ્ચે આ બાબતે ઝઘડા થયા બાદ મતભેદ થયો હતો. આ પછી તાજેતરમાં જ હરેશે બીજી કોઇ યુવતી સાથે લગ્ન કરી લેતા ભોગ બનનાર શાપર પોલીસ મથકે પહોંચી હતી અને બંને ભાઇઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

એલસીબી પીએસઆઇ અને હાલ શાપર પોલીસ મથકે ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા એચ.સી.ગોહિલે આઇપીસી 376, 406, 420 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી બંને ભાઇઓની ધરપકડ કરવા તજવીજ કરી હતી. 

 

Print