www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરેન્દ્રનગરમાં ધો.10 પછીના ડિપ્લોમાં કોર્ષની માહિતી અપાઇ


સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 24
તા. 24-5ના સવારે 11 કલાકે સી.યુ.શાહ સરકારી પોલિટેકનિક દ્વારા આયોજીત તથા એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ, અમદાવાદ સંચાલિત ધોરણ 10 પછીના ડિપ્લોમાના અભ્યાસ માટેની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાની જાણકારી અપાઇ. ધોરણ 10 તથા આઇટીઆઇ પછીના ડિપ્લોમાં કોર્ષના વિવિધ અભ્યાસ ક્રમમાં ઓનલાઇન એડમિશન પ્રક્રિયાને લઇને તજજ્ઞો દ્વારા માહિતી અપાશે.

કાર્યક્રમમાં ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું, વિવિધ કોર્ષની ચોઇસ કેવી રીતે કરવી, કોઇપણ કોલેજની માહિતી કેવી રીતે મેળવવી, કયા કયા પ્રમાણપત્રો જરૂર પડશે તથા ફોર્મ ભરવામાં શું શું સાવધાની રાખવી જેવા વિષયો ઉપર પીપીટીના માધ્યમે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 

Print