www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ન્યુદિલ્હી ખાતે નાણામંત્રીનાં અધ્યક્ષ સ્થાને મળેલી યુનિયન બજેટ મીટીંગમાં રાજકોટ ચેમ્બર ઈન્ડસ્ટ્રી દ્વારા સૂચનો રજૂ કરાયા


પ્રમુખ વી.પી.વૈષ્ણવ અને ટ્રેઝરર વિનોદભાઈ કાછડીયાએ ઉપસ્થિત રહી વેપાર-ઉદ્યોગને લગતા 13 સૂચના: વિવિધ પ્રશ્ર્નો રજૂ કર્યા

સાંજ સમાચાર

રાજકોટ,તા.22

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિથારામનજીની અધ્યક્ષતામાં ન્યુ દિલ્હી ખાતે તા.21-6-2024 ના રોજ યુનિયન બજેટ 2024 અંગે સુચનો-અભિપ્રાયો જાણવા માટે એક મહત્વની મિટીંગનું આયોજન ક2વામાં આવેલ હતું. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પ્રથમવાર માત્ર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીને આ મિટીંગમાં ઉપસ્થિત રહેવા અને પ્રશ્ર્નોે-સુચનો રજુ કરવા માટે આમંત્રણ આપેલ હતું. આ મિટીંગમાં 14 રાજયોમાંથી વિવિધ ચેમ્બરોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ હતા. જેમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ અને ટ્રેઝરર વિનોદભાઈ કાછડીયા ખાસ ઉપસ્થિત રહીને રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓ અને તેના યોગ્ય નિરાકરણ લવવા તેમજ આગામી યુનિયન બજેટ 2024 માં રાજકોટ ચેમ્બ2ના નીચે મુજબના વિવિધ પ્રશ્ર્નોેનો સમાવેશ ક2વા ભારપુર્વક રજુઆત કરવામાં આવેલ.

MSME હેઠળ આવતા ઉત્પાદન કરીને નિકાસ કરનાર એકમોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. નિકાસકારોનો સમગ્ર વ્યવહાર પ્રક્રિયા તેના સલંગ્ન ડોકયુમેન્ટસ અને લેટર ઓફ ક્રેડીટ મુજબ 120 દિવસ સુધીની હોય છે. તેથી નિકાસકારો માટે આ45 દિવસની સમય મર્યાદા અનુરૂપ ન હોવાના કારણે તેઓને સેકશન43B(h) માંથી મુકિત આપવી..ઈન્કમટેક્ષ એકટ 1961 હેઠળ તમામ કંપનીઓ જેવી કે, પ્રાઈવેટ લીમીટેડ, લીમીટેડ, સ્મોલ / પ્રોપ્રાઈટરી / પાર્ટનરશીપ ફર્મ અને એલએલપી માટેનો ટેક્ષ બેનીફીટનો સ્લેબ સમાન રાખી આવા એકમોને Minimum Alternate Tax (MAT)ની અમલવારીમાંથી બાકાત રાખવા.

પ્રમાણીક કરદાતાઓને યોગ્ય રિવોર્ડ અને ઈન્સેન્ટીવ આપવો ઈન્કમટેક્ષ એકટ 1961માં જુની અને નવી બે સ્કિમો પ્રસ્થાપીત છે. તેથી માત્ર નવી સ્કિમને જ અમલીકૃત કરી, આ સ્કિમમાં હોમ લોન, તેના ઉપરનું વ્યાજ તથા લોન ચુકવણીના લાભોનો સમાવેશ કરવો.જો આ મુજબ સ્લેબ રેસીયો કરવામાં આવે તો ઈન્કમટેક્ષની આવકમાં ઘટાડાને બદલે વધારો થશે અને ઘણા નવા કરદાતાઓ વધશે.કેન્દ્ર લેવલે તથા રાજય લેવલે કાયમી જીએસટી સંકલન સમિતિની રચના કરવી તમામ પેટ્રોલીયમ પ્રોડકટસ અને નેચરલ ગેસને જીએસટી અંતર્ગત સમાવેશ કરવો.

જીએસટી અમલીકરણ થયા બાદ નાણાંકીય વર્ષ 2018-19, 2019-20 અને 2020-21ના સમયગાળા દરમ્યાન જીએસટી કાઉનસીલ દ્વારા ઘણા બધા ફેરફારો કરવામાં આવેલ હતા ફક્ત આટલા સમયગાળાની જ પડતર સમસ્યાઓના યોગ્ય નિરાકરણ માટે OTS (One Time Settlement Scheme)અમલમાં મુકવી. આ સ્કિમ અમલમાં મુકવાથી કરદાતાઓના અનેક પ્રશ્ર્નોેનું યોગ્ય નિરાકરણ આવશે. તેમજ સરકારના કામના ભારણમાં ઘટાડો થશે અને વાસ્તવીક કરદાતાઓને યોગ્ય ન્યાય મળશે.

સોના અને ચાંદી 52નો હાલનો 3% જીએસટી દર ઘટાડીને 2% ક2વો,5% જીએસટીના સ્લેબમાં સમાવિષ્ટ તમામ આઈટમો યથાવત રાખવી,જીએસટી અંતર્ગત 12% દર ધરાવતી આઈટમોમાંથી મેરીટના આધારે ઘણી આઈટમોને 12% ના બદલે 5% ના દરમાં સમાવિષ્ટ કરવી.12% અને 18% ના ટેક્ષદરમાં સમાવિષ્ટ તમામ આઈટમોને કલબ કરી બે ને બદલે એક જ જીએસટી દર નવો 14% કરી. આ દર તમામ આઈટમોને લાગુ પાડવો.)28% ના જીએસટી દર હેઠળ સમાવિષ્ટ તમામ આઈટમો યથાવત રાખવી.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ઉપરોકત વિવિધ પ્રશ્નો-સુચનોની કરાયેલ રજુઆત અંગે કેન્દ્રીય નાણામંત્રીશ્રીમતી નિર્મલા સિથારામનજીએ હકારાત્મક અભિગમ દાખવી યોગ્ય નિરાકરણ લાવવા ખાત્રી આપેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે. 

Print