www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મીર્ચી સ્પ્રે છાંટી લૂંટ કર્યાના ગુનામાં આરોપીના જામીન મંજુર કરતી કોર્ટ


સાંજ સમાચાર

 રાજકોટ, તા.22
શહેરના યુનિ. રોડ પર મીર્ચી સ્પ્રે છાંટી લૂંટ કર્યાના ગુનામાં આરોપીના અમન સુખબહાદુર ગુરૂમનના જામીન ડીસ્ટ્રીકટ કોર્ટે મંજુર કર્યા છે. કેસની વિગત મુજબ, તા.30/1/2024ના રોજ યુનિવર્સિટી રોડ પર આવેલ ભગતસિંહજી ગાર્ડન પાસે રાત્રીના 12.30 વાગ્યાની આસપાસ ફરીયાદી પ્રદ્યુમનસિંહ ગુલાબસિંહ જાડેજા તથા તેના મિત્ર નરેન્દ્રસિંહ સ્કોર્પિયો ગાડીમાં વાતો કરતા હતા.

ત્યારે ઉમંગ ગોવિદભાઈ પટેલ, અમન નેપાળી, અને મિલન ખખ્ખર કાળા કલરની થાર ગાડીમાં આવેલ અને નરેન્દ્રસિંહ સાથે કોઈ જુની અદાવતને લઈ બોલાચાલી કરી, માર મારી, રૂ.2200 ની લૂંટ કરી, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ. આંખમાં મરચાનો સ્પ્રે છાંટી ત્રણેય આરોપી ત્યાંથી ભાગી ગયેલ હતા.

યુનિ. પોલીસ મથકમાં ગુનો દાખલ થતા આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરાતા આરોપી અમને જામીન અરજી કરતા, આરોપીના વકીલે કોર્ટમાં કરેલ દલીલો ધ્યાને લઈ ડીસ્ટ્રીકટ કોર્ટે આરોપી અમનને જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી ધારાશાસ્ત્રી અશ્વિનભાઈ ગોસાઈ, દિનેશ રાવલ, ચિત્રાંક એસ. વ્યાસ, અભિ કામલીયા, રવિરાજસિંહ જાડેજા, નીલ વાય. શુકલા, હાજીભાઈ કંટારીયા, ચિરાગ ચાવડીયા, યશ ભીંડોરા વગેરે રોકાયેલ હતા.

Print