www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મુળી શહેરની મુખ્ય બજારમાં આરસીસી રોડમાં ઠેર ઠેર ખાડા : સળીયા દેખાયા


સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 25
મૂળી શહેરમાં મૂખ્ય બજારમાં આરસીસી રોડમાં ઠેર ઠેર ખાડાઓ અને સળિયા દેખાતા હોવાથી વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ખાડાનાં કારણે લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.

મૂળી તાલુકાનાં મોટાભાગનાં ગામોને જોડતા એવો રસ્તો મૂળી શહેરમાંથી પસાર થાય છે. ત્યારે આ રોડ પર છેલ્લા કેટલાક સમયથી અનેક જગ્યા પર આરસીસી રોડ પર ખાડાઓ પડતા ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. જ્યારે આ ખરાબ રસ્તાથી અનેક વખત અકસ્માત સર્જાવાના પણ બનાવો બને છે. અમુક જગ્યાએ તો આરસીસી રોડનાં સળિયા પણ બહાર નીકળી ગયા હોવાથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો અને વાહનચાલકો માંગ કરી રહ્યા છે. આ અંગે સ્થાનિકો મુનાભાઇ, યુવરાજસિંહ સહિતનાઓએ જણાવ્યું હતું કે મૂળી મુખ્ય બજારમાં ઠેરઠેર ખાડાઓ પડેલા હોવથી લોકોને ભારે મૂશકેલી ભોગવવી પડે છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી અમારી માંગ છે. 

Print