www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માર્કેટ યાર્ડમાં તલનો ભાવ 2955 સુધી બોલાયો


સાંજ સમાચાર

જામનગર તા.12

જામનગર માર્કેટીંગ યાર્ડમાં તલના ભાવ રૂ. 2400 થી 2955 બોલાયા હતાં. એક દિવસમાં 1125 ખેડૂત આવતા 37056 મણ જણસ ઠલવાઈ હતી. મંગળવારે હરાજીમાં સફેદ તલના રૂ.2400થી 2565 અને કાળા તલના રૂ.2800થી 2955 ભાવ બોલાયા હતાં. બાજરીની 465, ઘઉંની 3053, મગની 3128, અડદની 220, તુવેરની 55, ચોળીની 4536, એરંડાની 2060, તલની 6143, રાયડાની 800, લસણની 1524, કપાસની 3858, જીરૂની 1119, અજમાના 1482, અજમાની ભૂસીની 2195, ધાણાની 2230, સૂકી ડુંગરીના 1769, સોયાબીનની 48, વટાણાની 18 મણ આવક થઇ હતી. હરાજીમાં ઘઉંના રૂ. 450- 504, મગના રૂ. 1100-1735, અડદના શ. 570- 1890, તુવેરના શ. 365-2140, ચોળીના રૂ. 400- 3200, ચણાના  રૂ. 1100- 1326, મગફળીના શ. 1100-1240, એરડાના શ. 990- 1099, રાયડાના રૂ. 950- 1044, રાયના શ. 1150-1310, લસણના શ. 1120-2900, કપાસના રૂ. 640- 1460, જીરૂના શ. 2800-5180, અજમાના રૂ. 2150- 3620, અજમાની ભૂસીના રૂ. 100- 2900, ધાણના શ. 1000-1530, સૂકી ડુંગરી શ. 100-520, સોયાબિનના શ. 800-860, વટાણાના રૂ. 200- 340 ભાવ બોલાયા હતાં.

 

Print