www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અખીલ સાંસ્કૃતિક સંઘ, પુણે અને યુનેસ્કો દ્વારા આયોજીત

રાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમમાં એકરંગ મનોદિવ્યાંગ દિકરીઓએ ફોલ્ક તથા બોલિવુડ ડાન્સ રજુ કર્યો


કાર્યક્રમમાં ઉપસ્થિત ન્યાયાધીશ, પ્રેક્ષકો તથા કલાકારોએ ઉભા થઈને તાળીઓના ગડગડાટથી દિકરીઓને વધાવી

સાંજ સમાચાર

રાજકોટ:તા 14 

એક રંગ નિ:શુલ્ક મનોદિવ્યાંગ દિકરીઓની સંસ્થાની 25 દિકરીઓ અને બહેનો પુના ખાતે અખીલ સંસ્કૃતિક સંઘ,પુણે અને યુનેસ્કો દ્વારા આયોજીત 20મા કલ્ચરલ ઓફ ફોરમ અને પર્ફોમીંગ આર્ટ્સના ગ્લોબલ હાર્મની 2024ના રાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલ. તારીખ: 21મેથી 1 જૂન સુધી ચાલતા આ કાર્યક્રમમાં સંસ્થાની દિવ્યાંગ દિકરીઓ તારીખ: 29 મે ના રોજ સ્પર્ધામાં ફોલ્ક ડાન્સ તથા બોલીવુડ ડાન્સ રજુ કર્યો હતો. સામાન્ય કલાકારોની વચ્ચે આ મનોદિવ્યાંગ દિકરીઓએ પોતાના કૌશલ્યો દેખાડીને આત્મવિશ્વાસ સભર નૃત્ય પ્રસ્તુતિ આપીને કાર્યક્રમમાં ઉપસ્થિત ન્યાયાધીશ, પ્રેક્ષકો તથા કલાકારોને ઉભા થઈને તાળીઓ પાડવા મજબુર કરી દીધા હતા. 

તારીખ: 1 જૂન, 2023ના રોજ એવોર્ડ્સ સમારંભમાં જ્યારે દિવ્યાંગ દિકરીઓની કૃતિને ભારતભરના સ્પર્ધકોની વચ્ચે સુંદર કૃતિ તરીકે અનુક્રમે ફર્સ્ટ એવોર્ડ્સ તથા તૃતીય એવોર્ડ્સથી સન્માનીત કરવામાં આવી. ભારતભરમાંથી આવેલા કલાકારોએ ઓડીયન્સમાંથી ઉભા થઈને આ દિકરીઓને સન્માનીત કરી તાળીઓના ગડગડાટથી પુના ખાતેનો પંડીત જવાહરલાલ નહેરુ સાંસ્કૃતિક ભવનને ગુંજતો રાખ્યો હતો. સંસ્થાના પ્રમુખ દીપિકાબેન કમલેશભાઇ પ્રજાપતિએ ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ મળી રહી છે. 

Print