www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નવા કાનૂનમાં દંડ નહીં, ન્યાયનો ઉદ્દેશ: કેન્દ્રીય ગૃહમંત્રી શાહ


નવા આપરાધિક કાનૂનને લઈને વિપક્ષો હંગામો મચાવે છે પણ તેમાં શોર મચાવવા જેવુ નથી: શાહ

સાંજ સમાચાર

નવી દિલ્હી તા.1
દેશમાં આજે 1 જુલાઈથી નવા આપરાધીક કાનુન લાગુ થઈ ગયા છે. જુના આઈપીસી-સીઆરપીસીના મુકાબલામાં આ કાયદામાં અનેક અંતર છે. આ ત્રણ કાયદાઓમાં નવી ધારાઓને સામેલ કરવામાં આવ્યા છે અને અનેક ધારાઓને ખતમ કરવામાં આવ્યા છે. દરમિયાન આ કાયદાઓને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

રિમાન્ડનો સમય નથી વધ્યો: અમીત શાહે જણાવ્યું હતું કે વિપક્ષ આરોપ લગાવી રહ્યા છે કે રિમાન્ડના દિવસો વધારી દીધા છે, પણ આ બધા માત્ર ભ્રમ ફેલાવવાની કોશીશ છે. તેમણે કહ્યું હતું કે 15 દિવસ જ હશે રિમાન્ડ પણ 15 દિવસની અપર લિમિટ હશે.

તેમણે જણાવ્યું હતું કે જો કોઈ આરોપી 15 દિવસ હોસ્પિટલમાં ભરતી થઈ જાય તો શું પુછપરછ હશે એટલે 15 દિવસની અપર લિમિટ રખાઈ છે. શાહે વધુમાં જણાવ્યું હતું કે હવે કાગળના મોટા જથ્થાની જરૂર નહીં પડે. રેપના કેસમાં મોતની સજાની જોગવાઈ છે. ચાર્જશીટને પણ ડિજીટલ કરી દીધુ છે.

શાહે જણાવ્યું હતું કે આઈએસ, આઈપીએસના સૂચનો લઈને કાયદા બનાવ્યા છે. ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે નવા આપરાધિક કાયદાનો ઉદેશ દંડ નહી ન્યાયનો છે.

 

Print