www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ક્લેક્ટર કચેરીના જનસેવા કેન્દ્ર સહિત જિલ્લાના ATVT સેન્ટરોની વેબસાઇટમાં ખોટકો: અરજદારોમાં દેકારો


7/12, 8/અના દાખલા પ્રમોલગેશન કાઢવા સહિતની કામગીરી ઠપ્પ થતાં ત્રણ દિવસથી ધરમધક્કા

સાંજ સમાચાર

રાજકોટ, તા.28
રાજકોટ ક્લેક્ટર કચેરીના જનસેવા કેન્દ્ર સહિત જિલ્લાના તમામ એટીવીટી સેન્ટરોની એનીરોર (Any Ror) સાઇટમાં ક્ષતિ સર્જાતા 7/12, 8/અ ના દાખલા, 6 નંબર પ્રમોલગેશન કાઢવા સહિતની કામગીરી ઠપ્પ બની જવા પામેલ છે. જેના પગલે અરજદારોમાં દેકારો બોલી જવા પામેલ છે.

જનસેવા કેન્દ્ર તેમજ એટીવીટી સેન્ટરોમાં એની રોર સાઇટમાં છેલ્લા ત્રણ દિવસથી સર્જાયેલી ટેકનીકલ ક્ષતિના કારણે  દાખલાઓ સહિતની કામગીરી માટે આવતા અરજદારોને ધરમ ધક્કા થઇ રહ્યા છે. એની રોર વેબસાઇટના આ ખોટકાથી એક ડોક્યુમેન્ટ કાઢવા માટે એકથી દોઢ કલાક જેવો સમય પસાર થઇ રહ્યો છે જેના કારણે અરજદારોની સાથે કર્મચારીઓ પણ અકળાઇ રહ્યા છે. 7/12, 8/અ સહિતના દાખલા નહીં નીકળતા અરજદારો ભારે હેરાન-પરેશાન બની રહ્યા છે.

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે જનસેવા કેન્દ્રપોસ્ટ સહિતની સરકારી કચેરીઓનાં સર્વર ડાઉન થવાની સમસ્યા હવે રોજીંદી થઇ પડી છે. તેમાં હવે જનસેવા કેન્દ્ર અને એટીવીટી સેન્ટરોની વેબસાઇટ પણ ક્ષતિગ્રસ્ત બનતા અરજદારો ભારે હેરાન પરેશાન થઇ રહ્યા છે. ત્યારે આ મામલે ઉચ્ચ અધિકારીઓ ધ્યાન કેન્દ્રીત કરી આ પુલ તત્કાલ હલ કરે તેવો અરજદારોમાંથી સૂર ઉઠ્યો છે.

 

Print