www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમદાવાદમાં ઇન્કમટેકસ ત્રાટકયું : સુપર સીટી ટાઉનશીપ-ઝવેરી ગ્રુપ પર તવાઇ


સાંજ સમાચાર

અમદાવાદ, તા. 14
કેન્દ્રમાં નવી એનડીએ સરકારના ગઠન બાદ ઇન્કમટેકસ ફરી એકશનમાં આવ્યું હોય તેમ આજે અમદાવાદમાં ત્રાટકયુ હતું અને અર્ધો ડઝનથી વધુ સ્થળોએ દરોડા-તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા વેપાર ઉદ્યોગકારોમાં ફફડાટ સર્જાયો હતો. 

આવક વેરા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટુ નામ ધરાવતા ગ્રુપને ઝપટે લેવામાં આવ્યું હતું. ઇસ્કોન વિસ્તારમાં આવેલા સુપર સીટી ટાઉનશીપ પ્રોજેકટના પ્રમોટર ગ્રુપ પર તવાઇ ઉતારવામાં આવી હતી. કે.બી.ઝવેરી ગ્રુપના કંચનભાઇ પટેલ તથા તેમની સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં સવારથી ઇન્કમટેકસ અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો અને મોટાપાયે તપાસ શરૂ કરવામાં આવી હતી. આવકવેરાની તપાસમાં મોટી માત્રામાં બિનહિસાબી વ્યવહારો આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

એમ કહેવાય છે કે, સુપર સીટી ટાઉનશીપ પ્રોજેકટથી બિલ્ડર ગ્રુપ ઇન્કમટેક્ષની વોચમાં આવ્યું હતું અને તેના આધારે આજે દરોડા કામગીરી હાથ ધરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં આવકવેરા વિભાગ દ્વારા રાજકોટ, અમદાવાદ, સુરતથી માંડીને અનેક સ્થળોએ  મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરીને કરોડો રૂપિયાની કરચોરીનો પર્દાફાશ કર્યો હતો. અમદાવાદમાં આજના દરોડામાં પણ મોટી કરચોરી પકડાવાની આશંકા છે. રીયલ એસ્ટેટ સહિત વેપાર ઉદ્યોગ ક્ષેત્રમાં ફફડાટ સર્જાયો છે.

Print