www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એડવાન્સ વેરાની આવકમાં રૂ।.12.72 કરોડનો વધારો


ચાલુ વર્ષમાં ર0 હજાર નવા કરદાતા વધ્યા : કુલ ર4 કરોડનું ડિસ્કાઉન્ટ આપતી મનપા

સાંજ સમાચાર

રાજકોટ, તા. 1
મહાનગરપાલિકાના વર્ષ-2024માં તા.1-4 થી 30-6 દરમ્યાન કુલ 3,29,724 કરદાતાઓએ કુલ રૂ.244.45 કરોડના વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) 93,440 કરદાતાઓએ વેરો કુલ રૂ.96.27 કરોડ અને ઓન લાઇનના દ્વારા 2,36,284 કરદાતાઓએ કુલ રૂ.148.18 કરોડ વેરાની ભરપાઇ કરેલ છે.  કુલ વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 24.12 કરોડનું  ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.

ચાલુ નાણાંકીય વર્ષમાં જુલાઇ સુધીમાં કુલ 3,09,188 કરદાઓએ કુલ રૂ.211.73 કરોડ વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) દ્વારા 1,02,094 કરદાતાએ વેરો કુલ રૂ.84.57 કરોડ અને ઓન લાઇન દ્વારા 2,07,094 કરદાતાઓએ કુલ રૂ.127.16 કરોડની ભરપાઇ કરેલ છે.  ગત વર્ષ કરતા ચાલુ વર્ષમાં મહાનગરપાલિકાએ રૂ. રૂ.2.39 કરોડની વધુ ડિસ્કાઉન્ટ આપેલ છે તથા ગત વર્ષ કરતાં રૂ.32.72 કરોડની વધુ આવક તથા 20,536 નવા કરદાતાઓએ વેરાની ભરપાઇ કરવામાં આવેલ છે. 

Print