www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કોર્પોરેટરની ગ્રાન્ટમાં વધારો-ડે.કમિશ્નરોને પ્રથમ વખત ગ્રાન્ટની અમલવારી શરૂ થઇ


બજેટની યોજનાઓ લાગુ કરવાની સમીક્ષા બેઠક શરૂ કરતા ચેરમેન જયમીન ઠાકર

સાંજ સમાચાર

રાજકોટ, તા. 1

મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે સ્ટે કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ બજેટના અનુસંધાને ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા ગત સપ્તાહે તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટની અમલવારીના સ્ટેટસ રીવ્યુ અંગે મીટીંગ કરવામાં આવેલી હતું. તમામ સીટી એન્જીનીયર, આસી. કમિશનર, લાયબ્રેરીયન, મેનેજર, ગાર્ડન ડાયરેકટર તથા આરોગ્ય અધિકારી સાથે બજેટમાં મંજૂર થયેલ તથા બજેટમાં સૂચવેલા કામો હાલ કયા તબક્કે છે, તથા કયા કામો કઈ સમય મર્યાદામાં પૂર્ણ થશે, જે અંગે વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી.

સ્ટે. કમિટી દ્વારા બજેટમાં મંજૂર થયેલ સૌથી મહત્વની યોજનાઓ પૈકીની કોર્પોરેટરોને પોતાના વોર્ડમાં ફાળવવામાં આવતી વિકાસ કામો માટેની વાર્ષિક ગ્રાન્ટ રૂ. 15,00,000માં રૂ.5,00,000નો વધારો કરી, ચાલુ બજેટથી આ ગ્રાન્ટ રૂ.20,00,000 પ્રતિ કોર્પોરેટર દીઠ ફાળવવામાં આવેલ છે. તેમજ મેયરને વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમ રૂ.6,00,000થી વધારી રૂ.8,00,000, ડેપ્યુટી મેયર અને સ્ટે. કમિટી ચેરમેનને વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમ રૂ.4,50,000થી વધારી રૂ.6,00,000 ફાળવવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરના ત્રણેય ઝોનના ડે. કમિશનરને પોત પોતાના કાર્યક્ષેત્રના ઝોનમાં વિકાસ કામો માટે સૌપ્રથમ વખત રૂ.15,00,000ની ગ્રાન્ટ ફાળવવાની પ્રથા પણ શરૂ કરવામાં આવેલ છે.

ચેરમેન જયમીનભાઇ ઠાકરે આવનારા દિવસોમાં બજેટમાં મંજૂર થયેલ કામોની સમીક્ષા તથા બજેટમાં ઉમેરવામાં આવેલ નવી યોજનાઓના અમલીકરણ માટે અધિકારીઓ સાથે સમયાંતરે બેઠક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. 

Print