www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જ્વેલરી ઈન્ડસ્ટ્રીના હિતમાં

ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશનએ સરકાર સમક્ષ મહત્વની માંગણીઓ રજૂ કરી


સમગ્ર દેશમાં માત્ર ઈંઈંઇડ દ્વારા જ સોના અને આયાતને મંજૂરી આપવા માંગ: જૂનું સોનું ખરીદતી વખતે ૠજઝ હટાવવા, બંધ કરેલ સહકારી લાઇસન્સ ફરી શરૂ કરવા સહિતની રજૂઆતો

સાંજ સમાચાર

રાજકોટ:તા.28 
ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IIBX )એ જ્વેલરી ઈન્ડસ્ટ્રીના હિતમાં સરકાર સમક્ષ કેટલીક મહત્વની માંગણીઓ રજૂ કરી છે ડેપ્યુટી ચીફ ગુજરાત IBJA મયુર આડેસરા  આ માગણીઓ વિશે માહિતી આપતા જણાવ્યું કે કસ્ટમ ડ્યુટી શક્ય એટલી ઘટાડવી જોઈએ જેથી દાણચોરીને રોકી શકાય અને દેશનો વેપાર સરળતાથી ચાલી શકે.

ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ IIBX દ્વારા ટ્રાન્ઝેકશન પર 0.5% નો વધારાનો લાભ મળે જેથી આ એક્સચેન્જ સરળતાથી થઈ શકે અને જ્વેલરી ઉદ્યોગને તેનો લાભ મળે.સમગ્ર દેશમાં માત્ર IIBX દ્વારા જ સોના અને આયાતને મંજૂરી આપવી જોઈએ. સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ, સમગ્ર દેશમાં નિકાસ કરવા માટે માત્ર IIBX દ્વારા ચેનલો બનાવવી જોઈએ જેથી કરીને જ્વેલરી ઉદ્યોગને દરેક જગ્યાએ ભટકવું ન પડે અને સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ કામ થઈ શકે. આ ઘટના બાદ દેશની નિકાસમાં વધારો થશે.

ગિફ્ટ સિટીમાં એક સંપૂર્ણ નિકાસ વિભાગ બનાવવો જોઈએ, જેમાં દેશનો કોઈપણ સામાન્ય ઝવેરી તેની પ્રોડક્ટને એક જગ્યાએ લઈ જઈ શકે અને ત્યાંથી તેને વેચી શકે, આખા વિશ્વ બજાર સાથે જોડાઈ શકે અને તેને ગિફ્ટ સિટીની જટિલ સમસ્યાઓમાંથી મુક્તિ મળે. તમામ કાયદાકીય પ્રક્રિયામાં રાહત મળે છે.સરવન ગોલ્ડ બોન્ડ હેઠળ કરવામાં આવેલા રોકાણ પર ગ્રાહકોને આવકવેરા મુક્તિ આપવા માંગ કરી છે. 

અન્ય વસ્તુઓની જેમ જ જ્વેલરી માટેની લોન પણ બેંકો પાસેથી અને અન્ય માધ્યમો દ્વારા મેળવી જોઈએ અને લોકો EMI પર જ્વેલરી ખરીદી શકે છે જેથી કરીને મોંઘવારીની અસર જ્વેલરી ઉદ્યોગ પર ન પડે અને સામાન્ય માણસ જ્વેલરી ઉદ્યોગથી દૂર ન જાય.સમગ્ર દેશમાં હોલમાર્કિંગ એકસરખી રીતે લાગુ થવું જોઈએ અને તેના નિયમોને સરળ બનાવવું જોઈએ અને તેનાથી સંબંધિત નિયમો હોવા જોઈએ જેના કારણે જે સામાન્ય જ્વેલર્સ પરેશાન છે, સરકારે તેના પર ધ્યાન આપવું જોઈએ અને સરકારે તેની નોંધ લેવી.

ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ EGR એ સરળીકરણ લાવવા,જૂનું સોનું ખરીદતી વખતે GST હટાવવા, બંધ કરેલ સહકારી લાઇસન્સ ફરી શરૂ કરવા, નાના મધ્યમ વર્ગના નિકાસકારોને સોનું સરળતાથી મળવાની પ્રક્રિયા સરળ કરવા સહીતનો માંગણીઓ કરવામાં આવી છે. 

Print