www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

28 જાન્યુઆરીએ રાજકોટમાં ભારત-ઈંગ્લેન્ડ ટી-20 મેચ


અમદાવાદને વન-ડે મળ્યો: ભારતીય ક્રિકેટ ટીમનો ઘરઆંગણાનો કાર્યક્રમ જાહેર

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.21
ભારતીય ટીમનાં આ સિઝનમાં ઘર આંગણેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે જેમાં આગામી વર્ષનાં પ્રારંભે ઈંગ્લેન્ડ સામે રાજકોટને તા.28 જાન્યુઆરીએ એક ટી-20 તથા અમદાવાદને એક વન-ડે મેચની યજમાની સોંપવામાં આવી છે. 

આ ઉપરાંત બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વિરૂદ્ધના ટેસ્ટ સીરીઝના કાર્યક્રમની ગુરૂવારે જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ કેલેન્ડર અંતર્ગત ભારત બાંગ્લાદેશ સામે બે જયારે ન્યુઝીલેન્ડ સામે ત્રણ ટેસ્ટ રમશે.

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ 19 સપ્ટેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ભારતીય ટીમનાં કાર્યક્રમની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચની યજમાની ચેન્નાઈ અને કાનપુરને સોંપવામાં આવી છે. જયારે કીવી ટીમ સામે ભારત બેંગ્લોર, પુણે અને મુંબઈમાં ત્રણ ટેસ્ટ રમશે.

Print