www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અહંકારી અને રામદ્રોહી વાળા નિવેદન બાદ...

ઈન્દ્રેશકુમારનો યુ-ટર્ન! જેમણે રામભક્તિનો સંકલ્પ લીધો, તે સત્તામાં


સાંજ સમાચાર

જયપુર (રાજસ્થાન),તા.15
લોકશાહીની ચૂંટણીમાં ભાજપ અહંકારના કારણે 241 બેઠકો સુધી પહોંચી શકયું હતું તેવું નિવેદન કરનાર આરએસએસના વરિષ્ઠ નેતાના નિવેદનથી વિવાદ ઉઠતા આ નેતાએ માત્ર 24 કલાકમાં જ ફેરવી તોળ્યું હતું.

ભાજપ માટે ‘રામદ્રોહી’ અને ‘અહંકારી’ શબ્દો વાપરનાર ઈન્દ્રેશકુમારે પોતાના નિવેદનથી વિવાદ થતા ફેરવી તોડી કહ્યું હતું કે દેશ મોટીના ત્રીજા કાર્યકાળમાં દિવસે બે ગણી અને રાત્રે ત્રણ ગણી પ્રગતિ કરે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જેમણે રામનો વિરોધ કર્યો તે બધા સતાની બહાર છે અને જેમણે રામભક્તિનો સંકલ્પ લીધો, તે આજે સતામાં છે.

Print