www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૌરાષ્ટ્રના સિંહણ, તીર્થસ્વરૂપા, વચનસિધ્ધિકા

પૂ. ઇંદુબાઇ મ.ની રવિવારે 12મી પુણ્યતિથિ ધાર્મિક અનુષ્ઠાનો તથા સેવાકાર્યો સાથે ઉજવાશે


♦ મૌનયાત્રા, અનુકંપાદાન, ત્રિરંગી સામાયિક ઔષધ-શૈક્ષણિકદાન સહિતના આયોજનો

સાંજ સમાચાર

♦ બપોરના 12-39ના તમામ ગુરુણી ભક્તો ‘ઇન્દુબાઇ સ્વામી શરણં મમ’ના જાપ કરીને ધન્યતા અનુભવશે

રાજકોટ, તા.1
આગામી તા.7ના રવિવારે ગો. સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજીની (12) બારમાં વાર્ષિક પુણ્યસ્મૃતિદિન નિમિત્તે સવારના 6 થી સાંજે 7 થી 8 માનવસેવા સ્વધર્મી 9 થી 10 ઔષધદાન (સોનલ સારવાર સહાય) 9-00 સોનલ શૈક્ષણિક દાન, રેનબસેરાને સહારાદાન આપવામાં આવશે.

10 થી 11 મુંગા અબોલ જીવોને અનુકંપાદાન, ત્યારબાદ 10-30 થી 1 વાગ્યા સુધી પુણ્યા શ્રાવકની ત્રિરંગી સામાયિક 11-15 થી 11-45 સુધી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામથી ઇન્દુબાઇ  મહાસતીજી ચોક સુધી મૌનયાત્રા પૂ. મોટા મહાસતીજી રોજ 151 માળા કરતાં અને રોજની 11000 ગાથાનું સ્વાધ્યાય કરતા હતા. તેઓની અનુમોદના માટે બધાએ 11 નવકારવાળી મૌન સહિત કરવાની છે ત્યારબાદ 12-20 થી 12-39 સુધી દિવ્ય જાપ. ત્રિરંગી સામાયિક તથા દિવ્ય જાપના બહુમાનના લાભાર્થી પૂ. મોટા મહાસતીજીના પરમ ગુરૂણીભક્તો છે.

નાલંદા તીર્થધામ સત અને સત્યનો ઓટલો છે. મહાન ચારિત્રના કામી, ભવભીરૂ આત્મા. તેમના શબ્દે શબ્દે સત્યની શરણાઇ વાગતી સાતમી તારીખે જેમને આ દિવ્ય આયોજનમાં ભાગ લેવો હોય તેમણે સામાયિકના ઉપકરણ સાથે જ આવવાનું રહેશે. 

ખાસ વિશેષ કાર્યક્રમ પૂ. મહાસતીજી જ્યારે આ ધરતી પરથી 12-39ના સમયે વિદાય લીધી અને દેવલોકમાં ડંકો દીધો ત્યારે દેવલોકમાં દેવો પણ નાચી ઉઠ્યા કે આવો પુણ્યશાળી જીવ, મહાન આત્મા દેવલોકમાં પધારી રહ્યો છે. તેની સાક્ષીરૂપે સમગ્ર સમાજ તથા તમામ સંઘો હાજર હતા. બરાબર 12-39ના સમયે તમામ ગુરૂણીભક્તો ઇન્દુબાઇ સ્વામી શરણં મમ:ના જાપ કરશે. ગુરૂણીની વામી અને પ્રભાવ જોરદાર હતો. જે આજે પણ એ જ કરૂણાઝરતી ખુલ્લી બે આંખો, એજ હાસ્ય વેરતો પ્રસન્ન ચહેરો એજ તેજોમય મુખમુદ્રા, એજ શુધ્ધ સંયમની લાલિમા નજરે તરે છે.

નવકારમંત્રના પરમ આશંકા, ઉપાસક અને ચાહક હતાં 81 વર્ષની ઉંમરે પણ પોતે આગમ અધ્યયન કંઠસ્થ કરતાં અને કહેતાં કે ભવાંતરમાં મારે આ બધું સાથે લઇ જવું છે. સમગ્ર જૈન સમાજના મુખે એક જ વાત રમી રહી છે કે આ ગુરૂણી જે સત્યના જ ચાહક હતા ઉપાસક હતા. છેલ્લે સમાધિભાવ સાથે પ્રસન્નતાપૂર્વક અરિહંત જપતાં છેલ્લો શ્વાસ પૂર્ણ થયો અને સંથારો સીજી ગયો અને ખુલ્લી આંખે સ્વામીજીની ચિરવિદાય જે કદી પણ ભૂલાય તેમ નથી.

આ પ્રસંગે સમય શિસ્ત અને શાંતિ ખાસ જાળવવાની રહેશે. 10-30 કલાકે ટોકન પાસ આપી દેવામાં આવશે. 10-30 પછી ટોન પાસ આપવાનું બંધ કરવામાં આવશે માટે સમયસર પહોંચવા જણાવાયું છે.

Print