www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સ્કૂલ સંચાલકોનો શાળામાંથી યુનિફોર્મ - સ્ટેશનરી લેવાનો આગ્રહ: વેપારીઓનો માત્ર 25 ટકા જ વેપાર


સ્ટેશનરી - સ્કૂલ બેગના ભાવ ન વધતા વાલીઓને રાહત

સાંજ સમાચાર

રાજકોટ,તા.27
નવુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયુ છે. આ શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે બાળકોના સ્કુલ યુનિફોર્મ, બુટ, મોઝા, સ્ટેશનરીની વસ્તુઓની ખરીદી શરૂ થઈ જાય છે. આ વર્ષે ફાયર સેફટી એનઓસીના નિયમોના કારણે સ્કુલો મોડી શરૂ થઈ હતી. 10 દિવસનું અંતર પડતા ખરીદી પણ મોડી શરૂ થઈ હતી. હાલ દુકાનોમાં ખરીદી જોવા મળી રહી છે.

સ્કુલ શરૂ થતા સ્ટેશનરીની દુકાનોમાં ભીડ જોવા મળે છે ત્યારે આ વર્ષે ખરીદીમાં ઘટાડો થયો હોવાનો વેપારીઓ પાસેથી અહેવાલ મળી રહ્યા છે. સ્ટેશનરીના વેપારીઓનું કહેવું છે કે, સ્કુલ દ્વારા બુટ વગેરે વસ્તુઓ અપાય રહી છે.

આથી વેપારીઓના વેપારધંધાને મોટી અસર પડી છે. હાલ માત્ર 25 ટકા જ ઘરાકી છે. સ્કુલ સંચાલકોએ વાલીઓને બહારથી સ્ટેશનરીની ખરીદી માટે મનાય કરી સ્કુલમાંથી આપવા સૂચનો કર્યા છે.

વેપારીઓની સ્થિતિ કપરી બની છે. રાઈટ ટુ એજયુકેશનના નિયમ વિરુદ્ધ જઈ સ્કુલ સંચાલકો સ્કુલમાંથી જ સ્ટેશનરીની વસ્તુઓ આપી રહ્યા છે. જેને પગલે વેપારીઓને 75 ટકા નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. 80 ટકા સ્કુલોમાંથી આ સૂચના અપાય છે. રાજકોટમાં અંદાજે 500 જેટલા સ્ટેશનરીના વેપારીઓ છે જેની રોજીરોટી પર અસર પડી છે.

આ વર્ષે સ્ટેશનરીના ભાવમાં વધારો થયો નથી. આથી વાલીઓને રાહત મળી છે. ગત વર્ષે 15 ટકાનો વધારો થયો હતો. કાગળના ભાવ વધતા ચોપડા-બુકના ભાવ વધ્યા હતા તેમજ અન્ય સ્ટેશનરીની વસ્તુઓના ભાવ પણ વધ્યા હતા.

સ્કૂલો મોડી શરૂ થતા યુનિફોર્મની ખરીદી ‘લેટ’ થઈ
આ વખતે સ્કુલ વેકેશન મોડુ ખુલ્યુ હતું. જુનના બીજા સપ્તાહમાં શરૂ થનાર સ્કુલનું વેકેશન પહેલા ઉનાળાની ગરમી અને ત્યારબાદ સ્કુલોમાં ફાયર એનઓસી માટે લંબાવાયુ હતું. આથી આ વર્ષે સ્કુલ યુનિફોર્મની ખરીદી પણ મોડી શરૂ થઈ હતી.

લિબર્ટી સ્ટોરવાળા સર્જુભાઈ કારીયા જણાવે છે કે, આ વર્ષે સ્કુલ ડ્રેસના ભાવમાં વધારો થયો નથી પરંતુ ખરીદીની સિઝન મોડી શરૂ થઈ હતી. વેકેશન મોડુ ખુલતા શરૂઆતમાં 30થી40 ટકા જ ડિમાન્ડ હતી. પરંતુ સ્કુલ ખુલતા ઘરાકીમાં ઉછાળો આવ્યો હતો. સ્કુલ સંચાલકો દ્વારા આ વર્ષે યુનિફોર્મ બદલવામાં આવ્યો નથી. હાલ મધ્યમ ઘરાકી છે.

Print