www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એનપીએસમાં જમા વાળા દિવસે રોકાણ


1 જુલાઈથી લાગુ થશે નિયમ: સબસ્ક્રાઈબર જો કોઈપણ સેટલમેન્ટના દિવસે સવારે 11 વાગ્યા સુધીમાં પોતાનું યોગદાન કરી દેશે તો તે દિવસથી જ ઈન્વેસ્ટ થઈ જશે

સાંજ સમાચાર

નવી દિલ્હી તા.29
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી (પીએફઆરડીએ)એ નેશનલ પેન્શન સીસ્ટમ (એનપીએસ)ના સબ સ્ક્રાઈબર્સ માટે ટી+ઓ સેટલમેન્ટની મંજુરી આપી દીધી છે. નવી વ્યવસ્થા આ વર્ષે પહેલી જુલાઈથી લાગુ થશે.

આથી એમ થશે કે સબ સ્ક્રાઈબર જો કોઈપણ સેટલમેન્ટ ડે પર સવારે 11 વાગ્યા સુધીમાં પોતાનું કન્ટ્રીબ્યુશન કરી દે તો તે એ દિવસે જ ઈન્વેસ્ટ થઈ જશે અને તે દિવસની નેટ એસેટ વેલ્યુ (એનએવી)નો લાભ તેને મળી જશે. તેને એનપીએસના મ્યુચ્યુઅલ ફંડની બરાબરી તરફ લઈ જવાના પગલાની જેમ જોવામાં આવી રહ્યું છે.

હાલ ટ્રસ્ટી બેન્કને મળનાર કન્ટ્રીબ્યુશનનું ઈન્વેસ્ટમેન્ટ આગામી સેટલમેન્ટ ડે પર થાય છે, મતલબ, છેલ્લા દિવસે મળેલ અંશદાન (યોગદાન) આગામી દિવસે (ટી+1) ઈન્વેસ્ટ કરવામાં આવે છે. પીએફઆરડીએએ એક નિવેદનમાં કહ્યું હતું.

હવે કોઈપણ સેટલમેન્ટ ડે પર સવારે 11 વાગ્યા સુધીમાં મળેલા યોગદાનને તે દિવસે ઈન્વેસ્ટ કરી દેવામાં આવશે. આથી સબ સ્ક્રાઈબરને એ જ દિવસ એનએપીનો લાભ મળશે. ટ્રસ્ટી બેન્કને સવારે 11 વાગ્યા બાદ મળેલ યોગદાનને આગામી સેન્ટમેન્ટ ડે પર ઈન્વેસ્ટ કરવામાં આવશે.

નવી વ્યવસ્થા 1 જુલાઈ 2024થી લાગુ થશે. પીએફઆરડીએએ જણાવ્યું હતું કે કોઈપણ સેટલમેન્ટ ડે પર સવારે સાડા નવ વાગ્યા સુધી મળનારા ડી-રેમિટ કન્ટ્રીબ્યુશન્સને પણ તે દિવસે ઈન્વેસ્ટ કરવામાં આવી રહ્યા છે. નવી વ્યવસ્થા અંતર્ગત હવે તેમાં પણ સવારે 11 વાગ્યા સુધીના યોગદાનને તે દિવસે ઈન્વેસ્ટ કરી શકાશે.

 

Print