www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શું થીમેટિક થીમ આધારિત ફંડમાં રોકાણ કરવું યોગ્ય છે?


સાંજ સમાચાર

મુંબઈ: મે મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં અત્યાર સુધીનું સૌથી વધુ રોકાણ થયું છે અને આનું કારણ થીમેટિક/સેક્ટોરલ ફંડ સ્કીમમાં 272%ની મજબુત ગ્રોથ છે. સોમવારે AMFI દ્વારા જારી કરાયેલા માસિક ડેટા અનુસાર, મે મહિનામાં મહિના દર મહિને સેક્ટોરલ થીમેટિક મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં 15 લાખ નવા ફોલિયો ઉમેરવામાં આવ્યા હતા.

એપ્રિલમાં લગભગ 1.90 કરોડ ફોલિયો હતા, જે મે મહિનામાં વધીને 2.05 કરોડ થઈ ગયા. મે મહિનામાં ચોખ્ખો ઇક્વિટી પ્રવાહ રૂ. 34,670.9 કરોડ હતો. આમાં થીમેટીકલ/સેકટોરલ ક્ષેત્રોમાં રૂ. 19,213.43 કરોડનો પ્રવાહ (272% ની વૃદ્ધિ)નો સમાવેશ થાય છે.

થિમેટિકલ-સેક્ટોરલ ફંડ્સ શું છે
જો તમે કોમન થીમ સાથે જોડાઈ ને રોકાણ કરો છો તો તેને થિમેટિક ફંડ્સ કહે છે. જો તમે હાઉસિંગ થીમમાં રોકાણ કરી રહ્યા છો, તો આમાં સિમેન્ટ, સ્ટીલ, પેઇન્ટ, હાઉસિંગ ફાઇનાન્સ વગેરે જેવી કંપનીઓમાં રોકાણ કરી શકો છો.જ્યારે તમે કોઈ ચોક્કસ ઉદ્યોગ જૂથ અથવા સેક્ટર થી જોડાયેલ શેર્સમાં રોકાણ કરો છો, તો તેને સેક્ટોરલ રોકાણ કહેવાય છે. 

નિષ્ણાતો શું કહે છે? 
ફાઈનાન્સ પ્લાનર કાર્તિક ઝવેરી જણાવે છે કે, આ દરેક માટે નથી. આવા ફંડ્સ તેમની આશાઓ એક અથવા અમુક ક્ષેત્રો અથવા થીમ પર લગાવે છે. આવી સ્થિતિમાં સાવધાની રાખીને જ રોકાણ કરો. એક્સપર્ટ વિજય મંત્રીએ કહ્યું કે આ ફંડ્સમાં લોકોની રુચિનું કારણ રિટર્ન છે. રોકાણકારોને સાવચેતીપૂર્વક દેખરેખની જરૂર છે.

આંકડા શું કહે છે ?
વેલ્યુ રીસર્ચ ડેટા અનુસાર, 1 જાન્યુઆરી, 2023 થી માર્ચ 31, 2024 સુધી તમામ ઇક્વિટી-ઓરિએન્ટેડ અને હાઇબ્રિડ નવી ફંડ ઑફર્સ NFOsમાં સેક્ટર અને થીમેટિક ફંડ્સમાં મહત્તમ રોકાણ થયું છે.

શું નુકસાન થઈ શકે છે? 
હિમાંશુ શ્રીવાસ્તવ, એસોસિયેટ ડિરેક્ટર, મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, આ ફંડ્સ સાઇકિલકલ હોવાથી, રોકાણકારોએ સેકટરની ગતિશીલતા પર નજર રાખવામાં અને તેમના રોકાણના સમયને ધ્યાનમાં રાખીને કુશલ હોવું જોઈએ. જો રોકાણકાર પાસે આવી આવડત ન હોય અથવા સલાહ વિના આમ કરી રહ્યો હોય તો તેનાથી નુકસાન થઈ શકે છે.

Print