www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઈટાલી યુરો કપમાંથી નોકઆઉટ


સ્વિત્ઝરલેન્ડનો અપસેટ: ત્રીજુ ટાઈટલ જીતવાનું સપનું રગદોળ્યું

સાંજ સમાચાર

બર્લિન,તા.1
સ્વિત્ઝરલેન્ડે ડિફેન્ડીંગ ચેમ્પીયન ઈટાલીને 2-0થી હરાવીને યુરો કપમાંથી નોકઆઉટ કરીને મોટો અપસેટ સર્જયો હતો. શનિવારથી યુરો કપમાં નોકઆઉટ મુકાબલાનો પ્રારંભ થયો હતો. બે વખતની ચેમ્પીયન ઈટાલીની ટીમ સામે સ્વિત્ઝરલેન્ડે અદભૂત રમતનું પ્રદર્શન કરતા બે ગોલની મદદથી મેચ જીતી લીધી હતી અને કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

ગોલકીપર ડોનારૂમાની કેપ્ટન્સી હેઠળની ઈટાલીની ટીમ એકપણ ગોલ નોંધાવી શકી ન હતી. આ સાથે જ ઈટાલીનું સળંગ બે વખત અને એકંદરે યુરો કપનું ત્રીજું ટાઈટલ જીતવાનું સપનું રોળાયું હતું.

સ્વિત્ઝરલેન્ડ તરફથી રેમો ફેયુલરે પ્રથમ હાફમાં 37મી મિનિટે ગોલ નોંધાવીને ઈટાલીના ચાહકોને સ્તબ્ધ કરી દીધા હતા. બીજા હાફની પ્રથમ મિનિટમાં રૂબેન વર્ગાસે (46 મિનિટ) ગોલ નોંધાવીને ઈટાલીની આશા પર પાણી ફેરવી દીધું હતું.

ઈટાલીને ડિફેન્ડર રિકાર્ડો કાલાફિઓરીને એક મેચ માટે સસ્પેન્ડ કરાયો હોવાથી સ્વિત્ઝરલેન્ડ સામેની મેચમાં તેની ખોટ વર્તાઈ હતી. (યુરો કપની બીજી નોકઆઉટ મેચમાં ત્રણ વખતની યુરો ચેમ્પિયન રહેલી જર્મનીની ટીમે ડેનમાર્ક સામે મજબૂત દેખાવ કરતા 2-0થી વિજય મેળવ્યો હતો.

યજમાન જર્મની અને ડેનમાર્કની મેચમાં કરાનું તોફાન ત્રાટકતા મેચ 25 મિનિટ માટે અટકાવવાની ફરજ પડી હતી. હવે જર્મનીને ફાઈનલમાં પ્રવેશ મેળવવા માટે બે જીતની જરૂર છે. 14 જુલાઈના રોજ યુરો કપની ફાઈનલ રમાશે.

Print