www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

JIO નો ઝટકો : તમામ પ્રિપેઇડ અને પોસ્ટ પ્લાનના ચાર્જમાં મોટો વધારો


25 ટકા સુધી વધુ ચૂકવવા પડશે : એરટેલ-VI પણ જુલાઇથી ભાવ વધારી દેશે

સાંજ સમાચાર

મુંબઇ, તા.28
કરોડો મોબાઇલ ફોન ગ્રાહકો માટે ચૂંટણી બાદ વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. રિલાયન્સ જિયોએ તેના જુદા જુદા રીચાર્જ પ્લાનમાં 12.5 ટકાથી 25 ટકા અને એરટેલે 10 થી 21 ટકાનો વધારો જાહેર કર્યો છે. તા.3 જુલાઇથી જિયો નવા દર લાગુ કરશે. જેમાં સૌથી સસ્તો 155 રૂપિયાનો પ્લાન 22 ટકા વધારા સાથે હવે 189નો થશે. ભાવ વધવા છતાં કોલ મીનીટ, ડેટા એલાઉન્સ એટલા જ મળવાના છે. 

14 પ્રિપેડ અનલીમીટેડ પ્લાન, 3 ડેટા એડ ઓન પ્લાન અને 2 પોસ્ટપેડ પ્લાનમાં આ વધારો લાગુ થવા જઇ રહ્યો છે. જિયો બાદ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા પણ જુલાઈમાં તેમના રિચાર્જ પ્લાનને મોંઘા કરવાના છે. 

જિયોની વાત કરીએ તો એક રિચાર્જ પ્લાન ખરીદવા માટે તમારે પહેલા 155 રૂપિયા ચૂકવવા પડતા હતા, હવે તમારે તે જ પ્લાન માટે 189 રૂપિયા ચૂકવવા પડશે. આટલું જ નહીં, લોકપ્રિય પ્લાનની કિંમતોમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 239વાળો પ્લાન હવે 299માં મળશે. 399ના 499 એટલે કે રૂપિયા 50 વધુ આપવા પડશે તો 666વાળા પ્લાનમાં પણ રૂા. 133 વધુ ચૂકવવા પડશે.

નવો 28 દિવસનો પ્લાનમાં રૂ. 155, 209, 239, 299, 349 અને 399ના 28-દિવસના પ્લાન માટે  યૂઝર્સે હવે અનુક્રમે રૂ. 189, 249, 299, 349, 399 અને 449 ખર્ચવા પડશે. ટેલિકોમ કંપનીએ રિચાર્જ પ્લાનના દરમાં 20 થી 22 ટકાનો વધારો કર્યો છે.

નવો 56 દિવસનો પ્લાન-  કંપનીએ તેના 479 રૂપિયા અને 533 રૂપિયાના બે મહિના (56 દિવસ) રિચાર્જ પ્લાનની કિંમત અનુક્રમે 579 અને રૂપિયા 629 કરી દીધી છે.

84 દિવસનો પ્લાન- રૂ. 395, 666, 719 અને 999ના 3 મહિના (84 દિવસ) રિચાર્જ પ્લાન માટે, યુઝર્સને હવે અનુક્રમે રૂ. 479, 799, 859 અને 1199 ખર્ચવા પડશે.

વાર્ષિક પ્લાન 336 દિવસના વાર્ષિક પ્લાન માટે હવે યુઝર્સને 1559 રૂપિયાની જગ્યાએ 1899 રૂપિયા ખર્ચવા પડશે. 365 દિવસ માટે 2999 રૂપિયાના પ્લાન માટે, વપરાશકર્તાઓને હવે 3599 રૂપિયા ખર્ચવા પડશે.

નવા ડેટા એડ-ઓન પ્લાન્સમાં યુઝર્સે હવે અનુક્રમે રૂ. 15, 25 અને 61ની સરખામણીએ 1 જીબી, 2જીબી અને 6 જીબી ડેટા પ્લાન માટે અનુક્રમે રૂ. 19, 29 અને 69 ખર્ચવા પડશે. પોસ્ટપેડ યુઝર્સ માટે પણ જિયોએ તેના રૂ. 299 અને રૂ. 399 પ્લાનના દરો વધારીને અનુક્રમે રૂ. 349 અને રૂ. 449 કર્યા છે.

Print