www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મુનિશ્રી દિવ્યયશ ગણીવર્ય આદિ તથા મુનિશ્રી બોધિદર્શન વિ.મ.આદિઠાણાની નિશ્રામાં

જાગનાથ દેરાસરની 50મી સાલગિરિ અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવાઈ: ભવ્ય આંગી સહિતના અનુષ્ઠાનો યોજાયા


સાંજ સમાચાર

રાજકોટ,તા.22
પરમ પૂજ્ય શાસન સમ્રાટ આચાર્ય વિજય નેમિસૂરીશ્વરજી મ. સા. ના ગચ્છનાયક પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય હેમચંદ્સૂરીશ્વરજી  મ. સા. ના પટ્ટધર તાત્વીક પ્રવચનકાર પરમ પૂજ્ય આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન મુનિશ્રી દિવ્યયશ ગણીવર્ય આદિ ઠા.2 તથા પરમ પૂજ્ય આચાર્યશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી  મ.સા.ના શિષ્ય પરમ પૂજ્ય આચાર્યશ્રી જયસુંદરસૂરીશ્વરજી  મ. સા. ના શિષ્યરત્ન પ.પૂ. મુનિશ્રી બોધિદર્શન વિજય મ.સા. આદિ ઠા.2ની નિશ્રામાં ભવ્ય રીતે ઉજવાઈ હતી.

જેમાં સવારે 7:00 કલાકે  સત્તરભેદી પૂજા - સવારે 7:45 કલાકે બાકી ધ્વજાની ઉછામણી તથા સવારે નવ વાગે લાભાર્થી પરિવાર દ્વારા 50મી ધજારોહણ કરવામાં આવેલ તથા બપોરે 12:00 કલાકે શ્રી જાગનાથ સંઘ (સભ્ય પરિવાર) તથા આમંત્રિત મહેમાનોનું સંઘ સ્વામીવાત્સલ્ય - સાંજે છ કલાકેસંઘ ના શ્રમકો અને શ્રમિકા દ્વારા મહા આંગી તથા મહાઆરતી પરમાત્મા ની નયન મોહનીય આંગી, 300 થી વધુ દીવડાઓ, અદભુત રંગોળીઓ અને સાચા ફૂલો થી  ઝગમગતુ શ્રી મહાવીર સ્વામી જિનાલય ને નિહાળવા અવશ્ય પધારશો. પ્રભુ ભક્તિ રાત્રે 8.30 થી 10 વાગે ભકત ભાવના યોજાઈ હતી.

ઉપરોકત કાર્યક્રમ જાગનાથ સંઘના પ્રમુખ દિનેશભાઈ પારેખ, હેમેન્દ્રભાઈ શાહ, દિનેશભાઈ શાહ તથા જાગનાથ દેરાસરના ક્ધવીનર તરૂણભાઈ કોઠારી, સહક્ધવીનર જયંતભાઈ મહેતા, કમીટી ઈન્ચાર્જ દિલીપભાઈ ટોળીયા વગેરેના માર્ગદર્શનમા અત્યંત સફળ રહ્યો હતો. શ્રી મહાવીર સ્વામી જિનાલય શિખરની ધજાના કાયમી લાભાર્થી પજ્ઞાબેન ચંદ્રકાંતભાઈ શાહ પરિવારે લાભ લીધો હતો. 

Print